Ahmedabad News/ અમદાવાદના કુબેરનગરમાં વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મનો આરોપ, ભુવા સામે ફરિયાદ

Ahmedabad Crime: અમદાવાદના કુબેરનગરમાં બીમારી અને આર્થિક મુશ્કેલી દૂર કરવાના બહાને પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ. સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Crime: વિધિના નામે દુષ્કર્મ, ભુવા સામે ફરિયાદ

Ahmedabad News: અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અંધશ્રદ્ધાનો લાભ લઈને એક પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ (Ahmedabad Crime) સામે આવ્યો છે. સાસુની બીમારી અને પરિવારની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાના બહાને વિધિ કરવાનું કહી એક ભુવાએ મહિલાને નિશાન બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી તરીકે મહાજનવાસમાં રહેતા દીપક પરમારનું નામ સામે આવ્યું છે. મહિલાની ફરિયાદના આધારે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime: આર્થિક મુશ્કેલી અને બીમારી દૂર કરવાના બહાને સંપર્ક

ફરિયાદ મુજબ, કુબેરનગરમાં રહેતી 27 વર્ષીય પરિણીતા અને તેનો પરિવાર લાંબા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો. સાથે જ મહિલાનાં સાસુની તબિયત પણ સતત ખરાબ રહેતી હતી. આ પરિસ્થિતિમાં પરિવારે મહાજનવાસમાં રહેતા અને મેલડી માતાના ભુવા તરીકે ઓળખાતા દીપક પરમારનો સંપર્ક કર્યો હતો.

આરોપ છે કે 3 ઓક્ટોબરની સાંજે દીપક પરમાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે ઘરમાં વિધિ કર્યા બાદ મહિલાને બહારનું વળગણ હોવાનો દાવો કર્યો હતો અને સમસ્યાના નિવારણ માટે ઉપરના રૂમમાં એકાંતમાં વિધિ કરવી પડશે તેમ જણાવ્યું હતું.

એકાંતમાં વિધિ કરવાના બહાને અયોગ્ય વર્તનનો આરોપ

મહિલાની ફરિયાદ અનુસાર, આરોપી તેને ઉપરના માળે લઈ ગયો હતો. ત્યાં વિધિ કરવાના બહાને તેણે મહિલાની સાથે અયોગ્ય શારીરિક વર્તન કર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ તેણે નદીના કિનારે સ્નાન કરાવવાની વિધિ કરવાની વાત કરી હતી અને તેના માટે શરૂઆતમાં રૂ. 25 હજારની માંગણી કરી હતી. અંતે રૂ. 17 હજાર આપવાનું નક્કી થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ત્યારબાદ આરોપી પતિ-પત્નીને નદીના કિનારે લઈ ગયો હતો, જ્યાં વિધિ કરાવવામાં આવી હતી. રાત્રે ફરી ઘરે આવ્યા બાદ ઉપરના રૂમમાં બીજી વિધિ કરવાનું કહેવામાં આવ્યું હતું. (Gujarat Crime News)

પતિને બહાર મોકલી દુષ્કર્મ આચર્યાનો આરોપ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ મહિલાના પતિને લીંબુ ચાર રસ્તા પર મૂકી આવવા કહ્યું હતું. પતિ બહાર ગયા બાદ આરોપીએ મહિલાને સંબંધ બાંધવા દબાણ (Rape Case Ahmedabad) કર્યું હતું. મહિલાએ કરેલા આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ આ અંગે કોઈને જાણ કરશે તો મેલી વિદ્યા કરવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ઘટનાને પગલે મહિલા અને તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા.

સામાજિક સમાધાનના પ્રયાસો બાદ પોલીસ ફરિયાદ

પ્રાથમિક રીતે પરિવાર દ્વારા સામાજિક સ્તરે મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સમસ્યાનો ઉકેલ ન આવતાં અંતે મહિલાએ સરદારનગર પોલીસ(Sardar Nagar Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી સામેના આક્ષેપોની સત્યતા અને ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ તપાસ બાદ વધુ માહિતી સામે આવી શકે છે.


આ પણ વાંચો: મૈનપુરીમાં 14 વર્ષની દલિત કિશોરી સાથે દુષ્કર્મ કેસમાં ચુકાદો, દોષિતને આજીવન કેદ

આ પણ વાંચો: સુરતમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પોલીસની ઝડપી કાર્યવાહીમાં આરોપી ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદના રામોલમાં 12 વર્ષની સગીરા પર મોટાબાપુએ જ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ