Vav Tharad News: અઢી વર્ષના બાળકની હત્યા (murder)નો ગંભીર આરોપ બનાસકાંઠાના વાવ-થરાદ આસપાસના સુઈગામ વિસ્તારમાં એક પિતા પર મૂકાયો છે. વાવ-થરાદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે આક્રોશ વ્યાપ્યો છે. પિતાએ જ્વલનશીલ પદાર્થ છાંટીને માસૂમ બાળકને સળગાવી દીધો (child set on fire) હતો. આ ઘટના સુઈગામ વિસ્તારમાં બની હોવાનું જણાવાયું છે.
સારવાર મળે તે પહેલાં જ બાળકનું મૃત્યુ
ગંભીર રીતે દાઝી જવાથી બાળકે તબીબી સારવાર મળે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. ઘટના બાદ મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો અને બાળકના મૃતદેહને દફનાવી દેવાયો હતો. જોકે, ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સ્થાનિક લોકો અને પોલીસ સુધી પહોંચતા પોલીસ તંત્ર સક્રિય થયું હતું.
અઢી વર્ષના બાળકના murderમાં પોલીસની કાર્યવાહી
ઘટનાની ગંભીરતા જોતાં પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી. મામલતદાર અને એફએસએલ (FSL)ની ટીમની હાજરીમાં દફનાવેલો મૃતદેહ (buried body) જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અઢી વર્ષના બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પિતા સામે ગુનો દાખલ
પોલીસે પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita)ની ગંભીર કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધ્યો છે. સાથે અટકાયત અને આગળની કાનૂની તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પંચમહાલમાં ત્રણ મહિનાના બાળકની હત્યાનો આરોપ, ચારિત્ર્યની શંકામાં પિતાએ કૂવામાં ફેંકી દીધો
આ પણ વાંચો:રાજકોટમાં પતિની શંકાને પગલે કંટાળીને પત્નીએ પોતાના બે વર્ષના બાળકની હત્યા કરી , મહિના પછી રહસ્ય ખુલ્યું
આ પણ વાંચો:આણંદમાં ઝઘડાની અદાવતમાં પડોશીએ ઝેર પીવડાવી બાળકની હત્યાનો પ્રયાસ કર્યો
