Anand News/ આણંદમાં ઝઘડાની અદાવતમાં પડોશીએ ઝેર પીવડાવી બાળકની હત્યાનો પ્રયાસ કર્યો

આ ઘટનામાં પોલીસે બાળકના રીપોર્ટ પણ લીધા છે,હાલ બાળકની તબિયત સુધારા પર છે

Top Stories Gujarat

Anand News : આણંદમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક પડોશીએ ઝઘડાની અદાવત રાખીને માસુમ બાળકને ઝેર પીવડાવીને ચેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. સાત વર્ષના બાળકની હત્યાના પ્રયાસના ગુનામાં હાલ તો પોલીસે મહિલાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ બાળકની માતાને પાડોશી સાથે ઝઘડો થયો હતો. જેને કારણે ઉશ્કેરાયેલા પાડોશીએ અંગત અદાવત રાખી અને બાળકને ઘરે બોલાવ્યો હતો. બાદમાં તેને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

તારાપુરના જીચકા ગામમાં માસૂમ બાળકની હત્યાના પ્રયાસનો આ બનાવ બન્યો હતો. જેમાં બાળકના માતા વચ્ચે મનદુખ હોવાથી પાડોશીએ બાળકને ઘરે બોલાવી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતા બાળકને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજીતરફ હત્યાનો પ્રયાસ કરનાર મહિલા હેતલ પટેલ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને અટકાયત કરી છે અને વધુ તપાસ હાથધરી છે.

પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ નોંધ્યા છે.બાળકની હાલત ગંભીર થઈ હતી અને તેને વોમિટિંગ પણ થઈ હતી જેથી તેને વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનામાં પોલીસે બાળકના રીપોર્ટ પણ લીધા છે,હાલ બાળકની તબિયત સુધારા પર છે,જો બાળકને તાત્કાલિક સારવાર મળી ના હોત તો તેનો જીવ પણ જવાની શકયતાઓ રહેલી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભામાં રાજકુમાર જાટનો મોતનો મામલો ચગ્યો : રાજકોટમાં થયેલા શંકાસ્પદ મોતની તપાસ CBIને સોંપવા રાજસ્થાનના સાંસદની માગ

આ પણ વાંચો:ગોંડલના રાજકુમાર જાટ કેસમાં પોલીસને મળી સફળતા, ડ્રાઈવરની અટકાયત

આ પણ વાંચો:ગોંડલના રાજકુમાર જાટના કેસમાં પોલીસે શોધ્યું સત્ય, બસની હડફેટે થયું હતું મોત