Rajkot News : ગોંડલના રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં અંતે પોલીસને સફળતા મળી છે. જેમાં પોલીસે અકસ્માત કરનાર બસ ચાલકની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયાનો ખુલાસો થયો છે. આ મામલે માહિતી આપવા ક્રાઇમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં 150થી વધુ CCTV કેમેરા પોલીસે તપાસ્યા હતા.
જેની તપાસમાં ‘મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસની ટક્કરે મોત’ થયું હોવાનું જણાયું હતું. જોકે બસના ડ્રાઇવરે માલિકને જાણ કરી ન હતી પરંતુ ક્લિનરને જાણ કરી હતી. બાદમાં ડમ્પર ચાલકે 2:33 વાગ્યે મૃતદેહ જોયાનો દાવો કર્યો હતો. ત્યારબાદ 6 તારીખે રૂરલ પોલીસે ગુમસુદા નોંધની જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે 3 માર્ચના રોજ ગોંડલથી રાજકુમાર રતનલાલ ચૌધરી (જાટ) નામનો યુવક ગુમ થયો હતો. પિતાએ રાજકોટ ગ્રામ્ય પોલીસને જણાવ્યું હતું કે રાજકુમાર રહસ્યમય રીતે ઘરેથી ગાયબ થઈ ગયો છે. ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસને પણ અરજી આપવામાં આવી હતી. જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહના બંગલા પાસે બાઇક પાર્ક કરતી વખતે પિતા-પુત્રને માર મારવામાં આવ્યો હતો.
જોકે, ઘટનાના બીજા દિવસે રાજકુમારના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને શહેરના બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ યુવકના ગુમ થવાના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. દરમિયાન, 4 માર્ચ, 2025 ના રોજ સવારે 3 વાગ્યે અજાણ્યા વાહને ટક્કર મારતાં યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. યુવકની ઓળખ રાજકુમાર તરીકે થયા બાદ, રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી હતી, જેમણે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી.
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 4નાં મોત
આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત
