World News/ અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલાનું મોટું કાવતરું નિષ્ફળ; નવરાત્રિ પહેલાં કટ્ટરપંથી યુવકની ધરપકડ

અમેરિકા (America)ના ઇલિનોયમાં નવરાત્રિના પહેલા દિવસે એક હિંદુ મંદિર પર ગોળીબાર કરવાની યોજના બનાવનાર ૧૯ વર્ષીય શ્વેત ઉગ્રવાદીની પોલીસે હથિયારો સાથે ધરપકડ કરી લીધી છે.

Top Stories World
America મા હિંદુ મંદિર પર હૂમલો

World News :અમેરિકા (America)ના ઇલિનોયમાં નવરાત્રિના પહેલા જ દિવસે એક હિંદુ મંદિર પર મોટા હુમલાનું કાવતરું રચી રહેલા 19 વર્ષીય શ્વેત ઉગ્રવાદી (Extremist) યુવકની પોલીસે સમયસર ધરપકડ કરી લીધી છે. આ ઘટનાથી અમેરિકામાં રહેતા હિંદુ સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે પોલીસ અને એફબીઆઈ (FBI) ની સતર્કતાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

America માં નવરાત્રિ પર હિંદુ મંદિરને નિશાન બનાવવાનું પ્લાનિંગ

ઇલિનોયના પાલાટાઇન પોલીસના જણાવ્યા મુજબ, 19 વર્ષીય અલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ (Alexandros Paporakis)નામના યુવકે નવરાત્રિના પહેલા દિવસે એક હિંદુ મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર કરવાની યોજના બનાવી હતી. પોલીસે તેને તેના ઘરેથી જ ઝડપી લીધો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરેથી એક રાઇફલ, ભરેલી અનેક મેગેઝિન અને મોટી સંખ્યામાં ગોળીઓ મળી આવી છે. તેના જેકેટ પર શ્વેત સર્વોપરિતા (White Supremacy) દર્શાવતું નિશાન પણ મળી આવ્યું હતું.

ARESTED

11 ઓક્ટોબરે એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી કે તેને પાપોરાકિસ તરફથી મેસેજ મળ્યા છે, જેમાં હિંદુ મંદિરમાં ગોળીબાર કરવાની યોજનાનો ઉલ્લેખ હતો. આ સમયસરની માહિતીના કારણે અનેક હિંદુઓનો જીવ બચી ગયો હતો.

ભારતીય મૂળના લોકો વિરુદ્ધ નફરત અને એફબીઆઈની તપાસ

એફબીઆઈ (FBI) ની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના દસ્તાવેજોમાં જાતિભેદ અને દક્ષિણ એશિયાઈ લોકો, ખાસ કરીને ભારતીય મૂળના નાગરિકો વિરુદ્ધ હિંસા ફેલાવવાની વાતો લખેલી હતી.પાલાટાઇન પોલીસ પ્રમુખ વિલિયમ નોર્ડ અને એફબીઆઈ શિકાગોના અધિકારી રયાન વ્હેલે સંયુક્ત ઓપરેશનની પ્રશંસા કરી છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને પણ કાયદાકીય એજન્સીઓની ઝડપી કાર્યવાહીને બિરદાવી છે.

અગાઉ પણ અમેરિકામાં મંદિરો પર થયા છે હુમલા

 આ ઘટના અગાઉ ઓહાયોના રિચમંડ હાઇટ્સ સ્થિત ‘શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિંદુ મંદિર’ પર પણ હુમલો થયો હતો, જ્યાં અસામાજિક તત્વોએ ઇંટો ફેંકીને બારીઓ તોડી નાખી હતી.

 છેલ્લા ૫ વર્ષમાં અમેરિકામાં હિંદુ મંદિરો (Hindu Temples)ને નિશાન બનાવીને તોડફોડની ૧૫થી વધુ ઘટનાઓ બની છે, જેમાં ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને સેક્રામેન્ટોના BAPS તથા અન્ય મંદિરોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો:અમેરિકામાં ભારતીયોને ઝટકો: વર્ક પરમિટના 540 દિવસના એક્સટેન્શન પર બ્રેક

આ પણ વાંચો:ટ્રમ્પ બદલશે મહાસાગરનું નામ? રેલીમાં બોલ્યા, ‘ટ્રમ્પ ઓશન’ કે ‘ઓશન ઓફ ધ અમેરિકા’ રાખવું છે

આ પણ વાંચો:ઈરાનને ઓઇલ ભંડોળ આપવા બદલ અમેરિકાનો સકંજો; ભારતની બે કંપનીઓ બ્લેકલિસ્ટ