Food Recipe: નવરાત્રિ અથવા કોઈ પણ ઉપવાસમાં તમે કશુંક તીખુ, ચટપટું અને ક્રિસ્પી ખાવા માગતા હો તો સાબુદાણા સેન્ડવીચ (Sabudana Sandwich Recipe) બનાવીને ખાઈ શકો છો. મોટાભાગે લોકો વ્રત દરમિયાન, સાબુદાણા ખીર, સાબુદાણા વડા, સાબુદાણાના પાપડ વગેરે ખાતા હોય છે. પરંતુ, તમે નાસ્તામાં કંઇક સ્પેશ્યલ બનાવવા ઈચ્છતા હો તો એક વાર આ સાબુદાણા સેન્ડવીચ અવશ્ય ટ્રાય કરવી. આ સેન્ડવીચ બનાવવામાં સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. 1 જ સેન્ડવીચ ખાશો તો લાંબો સમય પેટ ભરેલું લાગશે.
સાબુદાણા સેન્ડવીચને જોઈને લોકોને ખબર પણ નહિં પડે કે આને બ્રેડ વિના તૈયાર કરાયેલી છે! બાળકોને પણ આ રેસિપી અત્યંત પસંદ પડશે. નવરાત્રિ વ્રત (Navratri Fast) દરમિયાન તમે સાંજની ચા સાથે સાબુદાણાની આ મજેદાર સેન્ડવીચ (Sabudana Sandwich) બનાવીને ખાઈ શકો છો. તો ફટાફટ નોંધી લો સાબુદાણા સેન્ડવીચની આ વાનગી….
શી રીતે બનાવશો સાબુદાણા સેન્ડવીચ રેસિપી? (Sabudana Sandwich Recipe)
સાબુદાણાની સેન્ડવીચ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ સાબુદાણા
2 બાફેલા બટાટા
આવશ્યકતા અનુસાર
છીણેલું આદુ
સિંધવ મીઠું
કાળા મરીનો પાવડર
જીરા પાવડર
સમારેલા લીલા મરચાં
ઝીણી સમારેલી કોથમીર
પનીર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ સાબુદાણા (Sago ,Tapioca pearls)ને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખવા અને પછી ગળણીમાં રાખવા જેથી એનું વધારાનું તમામ પાણી નીકળી જાય.
2. હવે 1 કે 2 બાફેલા બટાટા (Potatoes) લેવા. એને છીણી લેવા. બટાટા અને પલળેલા સાબુદાણા મિક્સ કરવા.
3. આ મિશ્રણમાં છીણેલું આદુ, સિંધવ મીઠું (Rock Salt), કાળા મરી, જીરા પાવડર, સમારેલા લીલા મરચા અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.
4. બટાટા અને સાબુદાણાનું એક સરસ મિશ્રણ બનાવવાનું છે.
5. એક સેન્ડવીચ મેકરમાં એક લૅયર આ મિશ્રણનું લગાવો. વચ્ચે 1 મોટો ચોરસ પનીર (Paneer)નો ટુકડો રાખો. એની ઉપર ફરીથી મિશ્રણનું એક લૅયર લગાવો અને એ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
6. સાબુદાણા સેન્ડવીચ ઘણી ઝડપથી શેકાઈ જાય છે. આ સેન્ડવીચને વચ્ચેથી કટ કરી લેવી.
તો તૈયાર છે તમારી સાબુદાણાની આ મજેદાર સેન્ડવીચ (Sabudana Sandwich) ….જેને તમે લીલી ચટણી સાથે ખાશો તો એનો સ્વાદ અનેકગણો વધી જશે! આ રેસિપીને નવરાત્રિના ઉપવાસ દરમિયાન અવશ્ય ટ્રાય કરવી. ચા સાથે આ સેન્ડવીચને ખાઈ શકાય છે. સાબુદાણામાંથી ઝટપટ તૈયાર થતી આ સેન્ડવીચ ઘણી સરળ રેસિપી છે જે તમને એક નવીન સ્વાદ અને ફ્લેવર પ્રદાન કરશે. ધરે આવેલા મહેમાનોને પણ તમે આ વાનગી બનાવીને ખવડાવી શકો છો.
આ પણ વાંચો: નવરાત્રિ સ્પેશ્યલ ફરાળી અપ્પમ…સામા કે મોરૈયા વડે બનાવો અને લીલી તીખી ચટણી સાથે ખાઓ!
આ પણ વાંચો: પરફેક્ટ ભટૂરેનો લોટ શી રીતે બાંધશો? એમાં શું-શું મિક્સ કરવામાં આવે છે? ફૂલેલા ભટૂરા બનાવવાની સરળ રેસિપી…
આ પણ વાંચો: સવારના નાસ્તામાં શું બનાવવું એ સમજ ન પડે ત્યારે ટ્રાય કરો આ મિલેટ કટલેટ…હૅલ્ધી રેસિપી..!
