Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્રમાં શનિનું માર્ગી (Shani Margi 2026) થવું એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. શનિની આ માર્ગી ચાલના પરિણામે કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો થવાના શરુ થઈ જશે.
કર્મફળ દાતા શનિ દેવ આ સમયે મીન રાશિમાં વિરાજમાન છે. વીતેલી 27 જુલાઈથી શનિ વક્રી અર્થાત્ ઊલટી ચાલ ચાલી રહ્યા છે અને 11 ડિસેમ્બરે આ વક્રી ચાલ સમાપ્ત થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિનું માર્ગી (Shani Margi 2026) થવું એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. શનિની આ માર્ગી ચાલના પરિણામે કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો થવાના શરુ થઈ જશે. નોકરીમાં પ્રમોશન, વેપારમાં નફો અને આર્થિક તંગીથી મુક્તિ જેવા જબરદસ્ત યોગ રચાવા જઇ રહ્યા છે. તો ચાલો જાણીએ કે શનિદેવની કૃપાથી કઈ-કઈ રાશિઓનો ભાગ્યોદય થવા જઇ રહ્યો છે?
શનિ માર્ગી થવાથી 4 રાશિઓને ફાયદો (Shani Margi 2026)
શનિ દેવ (Shani Grah)ની 11 ડિસેમ્બરે (11 December 2026) વક્રી ચાલ સમાપ્ત થવાથી આ 4 રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

મેષ રાશિ (Aries)-આર્થિક મજબૂતી આવશે
મેષ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું અત્યંત શુભ સાબુત થશે. તમે લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી મુક્તિ મળી જશે. આર્થિક સ્થિતિ અગાઉથી બહેતર બનશે. નોકરી કરનારા જાતકોને લાભ પ્રાપ્ત કરવાના અનેક સોનેરી આવસરો પ્રાપ્ત થશે. બિઝનેસમાં બમ્પર ફાયદો મળશે અને વિલંબિત કાર્યો પૂર્ણ થશે. રોકાણના સારા લાભ મળવાની પણ આશા છે.

વૃષભ રાશિ (Taurus)- પ્રમોશનના યોગ છે
વૃષભ રાશિના જાતકો માટે શનિનું માર્ગી થવું રાહત પ્રદાન કરનારું બનશે. તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. પ્રમોશનના પ્રબળ યોગ બનવાના અણસાર છે. વેતન વૃદ્ધિની અપેક્ષા છે. અચાનક ધનલાભના યોગ સર્જાશે. વિદેશમાં નોકરી મળવાનું સપનુ પૂર્ણ થઇ શકે છે.

મકર રાશિ (Capricorn)- ધનલાભની સંભાવના
શનિની સીધી ચાલ મકર રાશિના જાતકો માટે શુભ રાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીમાં પ્રમોશનના યોગ સર્જાશે. બિઝનેસમાં ધનલાભની સંભાવના છે. કોઈ જૂના દેવાથી મુક્તિ મળી શકે છે. યાત્રા કરવાથી સારા એવા નાણા કમાવામાં સફળતા મળશે.

કુંભ રાશિ (Aquarius)- આવકમાં વૃદ્ધિના સંકેતો
કુંભ રાશિના જાતકો માટે શનિની સીધી ચાલ કોઈ વરદાનથી ઓછી સાબિત નહિં થાય. આવકમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળશે. કોઈ જૂના રોગથી મુક્તિ મળી શકે છે. પૈતૃક સંપત્તિનો સારો એવો લાભ પ્રાપ્ત થવાના યોગ છે. નવા કામની શરુઆત કરી શકો છો.
આ પણ વાંચો: સૂર્ય-શનિ વચ્ચે 17 ઓક્ટૉબરે બનશે ષડાષ્ટક યોગ…સિંહ સહિત 3 રાશિઓને રાખવી પડશે સાવધાની!
આ પણ વાંચો: 10 ઑક્ટોબરે શનિ અમાવસ્યા પર સૂર્ય-ચંદ્રની યુતિ….આ 3 રાશિઓ માટે કષ્ટકારી!..જાણો ઉપાય…
આ પણ વાંચો: શનિ નક્ષત્ર ગોચર 2026…ઓક્ટૉબરમાં શનિ પોતાના જ નક્ષત્રમાં કરશે પ્રવેશ…4 રાશિઓના પ્રારંભાશે ‘અચ્છે દિન’!
