Food Recipe/ વ્રતમાં 1 વાડકી આ રાજગરાની ફ્રુટ ખીર ખાઈ લો…દિવસભર થાક કે નબળાઈ નહિં લાગે! એનર્જીથી ભરપૂર રેસિપી…

વ્રત-ઉપવાસમાં તમે સાબુદાણા કે પછી મોરૈયાની ખીર તો ખાધી જ હશે પણ આજે અહિં તમને Rajgira Fruit Kheer ની સરળ રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ…

Trending Food Lifestyle
Rajgira Fruit Kheer ની Healthy and Tasty રેસિપી જાણો....નવરાત્રિમાં 1 જ વાડકી ખાઈને થઈ જશો Energetic!

Food Recipe: નવરાત્રિના ઉપવાસ હોય કે અન્ય ઉપવાસ….1 જ વાડકી ખીર ખાવાથી તમારું પેટ લાંબો સમય સુધી ભરેલું મહેસૂસ થશે. આ નવરાત્રિએ તમારે આ રાજગરા ફ્રુટ ખીર (Rajgira Fruit Kheer) અવશ્ય બનાવવી

વ્રત-ઉપવાસમાં તમે સાબુદાણા કે પછી મોરૈયાની ખીર તો ખાધી જ હશે પણ આજે અહિં તમને અત્યંત પૌષ્ટિક, ફટાફટ બનતી અને સ્વાદસભર ખીર બનાવવાનું દર્શાવવા જઈ રહ્યાં છીએ. આ ખીરમાં તમને ફ્રુટ ક્રીમ જેવો સ્વાદ મળશે. ફળ (Fruits) ઉમેરવાથી એની પૌષ્ટિકતા અનેકગણી વધી જાય છે. નવરાત્રિના ઉપવાસ હોય કે અન્ય ઉપવાસ….1 જ વાડકી ખીર ખાવાથી તમારું પેટ લાંબો સમય સુધી ભરેલું મહેસૂસ થશે. આ નવરાત્રિ (Navratri)એ તમારે આ રાજગરા ફ્રુટ ખીર અવશ્ય બનાવવી. એની સરળ રેસિપી અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ…

શી રીતે બનાવશો રાજગરા ફ્રુટ ખીર? (Rajgira Fruit Kheer Recipe)

રાજગરા ફ્રુટ ખીર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Rajgira Fruit Kheer Ingredients
Rajgira Fruit Kheer Ingredients

સામગ્રી

અડધો કપ રાજગરો

10-12 બદામ

3 કપ ફુલ ક્રીમ દૂધ

સ્વાદાનુસાર ખડી સાકરનો ભૂકો

ડ્રાય ફ્રુટ્સ

કાજુ

પિસ્તા

ચારોળી

કિશમિશ

તાજા સમારેલા ફળો

સફરજન

દાડમ

જરદાળુ

કેળાં

સજાવટ માટે

લીલી ઈલાયચીનો પાવડર

ટૂટી ફ્રુટી

Rajgira Fruit Kheer Recipe
Rajgira Fruit Kheer Recipe

બનાવવાની વિધિ

1. આ વાનગી બનાવવા માટે 10-12 બદામને પાણીમાં પલાળીને રાખો. હવે અડધો કપ રાજગરો (Amaranth) લઈને એને સારી રીતે પાણીથી ધોઈ લેવો.

2. ચાળણીમાં લઈ લો જેથી એનું પાણી નીકળી જાય. હવે એને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખવો.

3. એક કડાઈમાં 3 કપ ઘટ્ટ દૂધ લેવું અને એને ઉકાળવા માટે મૂકો. તમે ઉકાળેલું અથવા તો કાચું દૂધ લઇ શકો છો.

4. હવે બદામને છોલીને મિક્સરમાં ઉમેરો અને 1/4 કપ દૂધમાં એને બારીક પીસી લો. દૂધ ગરમ થાય ત્યારે એમાં બદામયુક્ત મિશ્રણ ઉમેરી દો.

5. ત્યાર બાદ પલાળેલો રાજગરો દૂધમાં ઉમેરી દો અને એને પકાવી લો.

6. રાજગરો સારી રીતે ગળી જાય પછી એમાં તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ્સ જેમ કે કાજુ, પિસ્તા, ચારોળી અને કિશમિશ પણ ઉમેરી શકો છો.

7. ખીરમાં ગળપણ માટે મિસરીનો ઉપયોગ કરવો. ખડી સાકરનો ભૂકો કરીને એમાં ઉમેરો અને ચડવા દો.

8. ખીર ઘટ્ટ બની જાય એટલે ગૅસ બંધ કરીને એને ઠંડી થવા દો.

9. ઠંડી થયેલી ખીરમાં તમે ફળ ઉમેરી શકો છો. જેમ કે, સફરજન, દાડમ, જરદાળુ અને કેળા વગેરેને બારીક સમારીને ઉમેરો. ઉપરથી લીલી ઈલાયચીનો પાવડર પણ ઉમેરો. ફ્રીઝમાં ઠંડી થવા મૂકો.

Rajgira Fruit Kheer
Rajgira Fruit Kheer

તો તૈયાર છે તમારી રાજગરા ફ્રુટ ખીર (Rajgira Fruit Kheer)…જેની ઉપર તમે ટૂટી ફ્રુટી મિક્સ કરીને ઠંડી-ઠંડી સર્વ કરી શકો છો. ખાવામાં મજેદાર એવી આ ખીરનો સ્વાદ તો લાજવાબ છે જ પણ એને ખાવાથી તમને ભરપૂર એનર્જી મળશે. જે લોકો ગ્લૂટન ફ્રી વાનગી ખાવા માગતા હોય એમના માટે આ બેસ્ટ ઑપ્શન છે.


આ પણ વાંચો: ગળ્યું અને હળવું ખાવાનું મન થાય તો બનાવો સોજીની ખીર…બાળકોને ખૂબ પસંદ પડશે…સરળ રેસિપી!

આ પણ વાંચો: જન્માષ્ટમી કે નંદ મહોત્સવના પર્વ પર કનૈયાને રીઝવવા માટે બનાવો મખાનાની પૌષ્ટિક ખીર..!

આ પણ વાંચો: હલવો, ચણા, ખીર અને પુરી…કન્યા પૂજન માટે બનાવો પ્રસાદની થાળી…ભાવથી જમાડો..!