Vadodara News: વડોદરાના વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ (Vadodara Khanderao Market) પાછળ આવેલા ફ્રૂટ બજારમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોર્પોરેશનની ટીમ અને વેપારી પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. વેરાઈ માતાના ચોક પાસે દબાણ હટાવવા પહોંચેલી ટીમ સાથે બોલાચાલી થઈ હોવાના આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
Vadodara Khanderao Market: દબાણ દૂર કરવા પહોંચેલી ટીમ સાથે ઘર્ષણ
મળેલી વિગતો અનુસાર, ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફ્રૂટ બજારમાં રસ્તા પર માલસામાન અને લારીઓ રાખીને અવરજવરમાં અડચણ ઊભી થતી હોવાની ફરિયાદો સામે આવી છે. આ દબાણોને કારણે રસ્તો સાંકડો બનતાં રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાની પણ રજૂઆતો થઈ છે.
દબાણ હટાવવાની કામગીરી માટે કોર્પોરેશન (Vadodara Corporation)ની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે એક વેપારી સહિત કેટલાક લોકો સાથે વિવાદ અને ઘર્ષણ થયું હતું.
જપ્ત કરેલા કેરેટ લઈ ગયાનો આક્ષેપ
કોર્પોરેશનના અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે વેપારીએ તેમની સાથે તેમજ મીડિયા કર્મી સાથે અભદ્ર ભાષામાં વાત કરી ગાળાગાળી કરી હતી. ટીમે જપ્ત કરેલા ફ્રૂટ (Fruit Market)ના કેરેટ વેપારી પક્ષે પરત લઈ લીધા હતા. સરકારી ટ્રકની ચાવી કાઢી લઈને કામગીરીમાં અવરોધ ઊભો કરાયો હોવાનો પણ આક્ષેપ છે.
આ બનાવ બાદ ઘટનાસ્થળે તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી.
પોલીસની ટીમ સ્થળ પર પહોંચી
કોર્પોરેશનના અધિકારીએ સમગ્ર મામલે 112 પોલીસ (Vadodara Police) ટીમને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી. અધિકારીની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દબાણને કારણે રાહદારીઓને મુશ્કેલી
સ્થાનિક ફ્રૂટ માર્કેટમાં રસ્તા પર માલસામાન અને લારીઓ રાખવાથી વાહનચાલકો તથા રાહદારીઓને અવરજવરમાં અડચણ પડતી હોવાની રજૂઆતો થઈ છે. વારંવાર દબાણ દૂર કરવાની કાર્યવાહી છતાં ફરી દબાણ થતું હોવાના આક્ષેપ વચ્ચે હવે કોર્પોરેશન અને પોલીસ આગળ શું પગલાં લે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર
આ પણ વાંચો: અમદાવાદના SP રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી! 31 દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન
આ પણ વાંચો: કચ્છના સરહદી વિસ્તારમાં ખેતીના નામે ગૌચર જમીન પર દબાણ, કોઠારા-ભેદીમાં તંત્રએ હટાવ્યા 15 કબજા
