india news/ કોલકાતાના પ્રખ્યાત દુર્ગા પૂજા પંડાલમાં સર્જાઈ મહાસંકટની સ્થિતિ; નાસભાગમાં 19 ના કરુણ મોત, અમિત શાહ અને સુવેન્દુ અધિકારી કરશે હોસ્પિટલની મુલાકાત

કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી ભયાનક નાસભાગની ઘટનામાં 19 લોકોના મોત થયા (Kolkata disaster)છે અને 25 ઘાયલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સુવેન્દુ અધિકારી ઘાયલોની મુલાકાત લેશે.

Top Stories India
Kolkata disaster: પંડાલમાં ભાગદોડથી મોટો આઘાત

India News: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી (Kolkata disaster )એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ભાગદોડ (Stampede) ની ઘટનામાં ૧૯થી વધુ નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે અન્ય ૨૫ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પવિત્ર તહેવારની ઉજવણી અને મહાઅષ્ટમીના ઉત્સાહ વચ્ચે બનેલી આ ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. પંડાલમાં અચાનક સર્જાયેલી અફરાતફરી અને ભારે ભીડને કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેના પરિણામે આ મોટી હોનારત સર્જાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Kolkata disaster:દેશભરના દિગ્ગજો દ્વારા ઊંડા શોકની લાગણી વ્યક્ત

આ દુર્ઘટનાના સમાચાર મળતા જ દેશના સર્વોચ્ચ નેતૃત્વ અને વિવિધ રાજ્યોના દિગ્ગજોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પીડિત પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary)અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા(Himanta Biswa) શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી છે અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે.

ambulance

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સુવેન્દુ અધિકારી પહોંચશે હોસ્પિટલ

સ્થિતિની નિકટથી સમીક્ષા કરવા અને ઈજાગ્રસ્તોને સાંત્વના આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી રવિવારે સવારે સંયુક્ત રીતે હોસ્પિટલની મુલાકાત લેવાના છે. તેઓ ઘાયલોની ખબર-અંતર પૂછશે અને ડોક્ટરો પાસે સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી મેળવશે. આ દુ:ખદ અકસ્માત અને વધતા મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આગામી તમામ દુર્ગા પૂજા ઉત્સવ સંબંધિત સાંસ્કૃતિક અને હર્ષોલ્લાસના કાર્યક્રમો રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

‘આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ’

ઘટના બાદ નેતાઓએ રાજકારણથી ઉપર ઉઠીને માનવતા દાખવવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તમામ રાજકીય પક્ષોને આ સંવેદનશીલ મુદ્દે કોઈ પ્રકારનું રાજકારણ ન કરવા કડક અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે સમગ્ર પ્રશાસન અને સરકાર પીડિત પરિવારોની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી છે. સરકારે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે જેથી ભવિષ્યમાં આવા ગંભીર બનાવોનું પુનરાવર્તન ન થાય. તહેવારના પવિત્ર દિવસોમાં ખુશીનો માહોલ અચાનક શોક અને વિલાપમાં ફેરવાઈ જતાં સમગ્ર કોલકાતા શહેરમાં અને બંગાળના નાગરિકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.


આ પણ વાંચો:કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલ ધરાશાય થતા 40 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, અનેકના મોતની આશંકા

આ પણ વાંચો:દુર્ગા પૂજા 2026 ક્યારે શરુ થશે અને કયા દિવસે થશે માતાનું પ્રસ્થાન…મહાઅષ્ટમીથી વિસર્જન સુધી…

આ પણ વાંચો:દુનિયાભરમાં થૂં  થૂં  કરવ્યા બાદ બાંગ્લાદેશને આવી અકલ, દુર્ગા પૂજા પર લઈ રહ્યા છે મોટા નિર્ણય