West Bengal News/ કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલ ધરાશાય થતા 40 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, અનેકના મોતની આશંકા

દુર્ગા પૂજાની ઉજવણી વચ્ચે અચાનક પંડાલ ધરાશાય થતા નાસભાગ મચી, 40 ઈજાગ્રસ્ત

India Breaking News
Pandal

West Bengal News: કોલકાતા પંડાલ(pandal) દુર્ઘટનામાં સપ્તમીની સાંજે ઉત્તર કોલકાતાના ચોરબાગાન સાર્વજનિક પૂજા પંડાલનો એક હિસ્સો ભીડના દબાણથી તૂટી પડ્યો હતો. ઘટના પછી પંડાલમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આશરે 40 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે અને લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે.

કોલકાતામાં Pandal દુર્ઘટના બાદ નાસભાગ

દુર્ગા પૂજા (Durga Puja)ના તહેવાર વચ્ચે સપ્તમીની સાંજે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તર કોલકાતાના પ્રખ્યાત ચોરબાગાન પંડાલ (Chorbagan pandal)નો એક ભાગ ભારે ભીડના દબાણને કારણે અચાનક તૂટી પડ્યો હતો. આ પછી પંડાલમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આશરે 40 જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, બચાવ કામગીરી

ઘટના બનતાં જ પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે પૂજા આયોજકો સાથે મળીને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. પંડાલમાંથી તમામ અસરગ્રસ્તોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક કલકત્તા મેડિકલ કોલેજ (Calcutta Medical College) હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

દુર્ઘટના બાદ નેતા અને અધિકારીઓ હોસ્પિટલે દોડી આવ્યા

દુર્ઘટનાની ગંભીરતા જોતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ તરત કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. તંત્રને યોગ્ય સારવાર આપવાની તાકીદ પણ કરાઈ હતી.

પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ ઘટનાના સમાચારથી અત્યંત દુઃખી અને સ્તબ્ધ છે. તેમણે પંડાલમાં તમામ ઈજાગ્રસ્તો લોકોના સ્વાસ્થયની મંગલ કામના કરી હતી. મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોને હિંમત મળે તે માટે તેમણે પ્રાર્થના પણ કરી હતી.

હેલ્પલાઇન નંબર જાહેર

આ પંડાલ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી બંગાળ સરકારે ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર (helpline number) 18003455678 જાહેર કર્યો છે. તેનાથી અસરગ્રસ્ત પરિવારો સરળતાથી વિગતો મેળવી શકશે.


આ પણ વાંચો: પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 28 બાળકોના મોત, 25થી વધુ ઘાયલ

આ પણ વાંચો: ભરૂચના વ્યસ્ત વિસ્તારમાં અચાનક ધરાશાયી થયો શોપિંગનો ભાગ, જાનહાનિ ટળી

આ પણ વાંચો: અમદાવાદમાં મકાન ધરાશાયી: પાંચકૂવા પાસે 3 લોકો દટાયા, મહિલાનું મોત