India News:ભારતીય રેલવે દ્વારા જમ્મુ મંડળ હેઠળ દોડતી અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ફેરફારની અસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ સહિત કાલકા-કટરા (Katra-Jammu)એક્સપ્રેસ, સાબરમતી-કટરા એક્સપ્રેસ અને જમ્મુ-પઠાણકોટ રૂટની કેટલીક ટ્રેનો પર પડશે. અલગ-અલગ ટ્રેનો માટે 20, 21, 22, 23 અને 25 ઓક્ટોબરથી નવા સમય લાગુ થવાના જણાવાયા છે. તેથી વૈષ્ણોદેવી દર્શન માટે જતા શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોએ સ્ટેશન પર પહોંચતાં પહેલાં પોતાની ટ્રેનનું સુધારેલું સમયપત્રક તપાસી લેવું જરૂરી છે.
Katra-Jammu: વંદે ભારત એક્સપ્રેસના સમયમાં ફેરફાર
ટ્રેન નંબર 22478 શ્રી માતા વૈષ્ણોદેવી (Vaishno Devi)કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ના પ્રસ્થાન સમયમાં 20 ઓક્ટોબરથી ફેરફાર થવાનો છે. આપેલી માહિતી પ્રમાણે, આ ટ્રેન કટરા સ્ટેશનથી સવારે 5:40 વાગ્યે ઉપડશે. ત્યારબાદ શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનથી સવારે 6:08 વાગ્યે, જમ્મુ તવીથી સવારે 7:08 વાગ્યે અને કઠુઆ સ્ટેશનથી સવારે 8:01 વાગ્યે રવાના થશે.
કાલકા-કટરા એક્સપ્રેસનું નવું ટાઈમટેબલ
ટ્રેન નંબર 14503 કાલકા-કટરા એક્સપ્રેસના સમયમાં પણ 20 ઓક્ટોબરથી ફેરફાર દર્શાવવામાં આવ્યો છે. આ ટ્રેન જમ્મુ તવી સ્ટેશન (Jammu Tawi Station)થી સવારે 3:20 વાગ્યે ઉપડશે, જ્યારે શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન(Shaheed Captain Tushar Mahajan Station)થી સવારે 4:12 વાગ્યે રવાના થશે. ત્યારબાદ ટ્રેન સવારે 4:47 વાગ્યે કટરા સ્ટેશન પહોંચશે.

કટરા-કામાખ્યા અને કટરા-ગાઝીપુર સિટી એક્સપ્રેસ
રેલવેના સમયપત્રકમાં અન્ય કેટલીક લાંબા અંતરની ટ્રેનોનો પણ સમાવેશ થાય છે. ટ્રેન નંબર 15656 કટરા-કામાખ્યા એક્સપ્રેસ 21 ઓક્ટોબરથી કટરા સ્ટેશનથી સવારે 3:40 વાગ્યે ઉપડશે અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનથી સવારે 4:06 વાગ્યે રવાના થશે.તેવી જ રીતે, ટ્રેન નંબર 14612 કટરા-ગાઝીપુર સિટી એક્સપ્રેસનો નવો સમય 22 ઓક્ટોબરથી લાગુ થવાનો છે. આ ટ્રેન કટરા સ્ટેશનથી સવારે 3:40 વાગ્યે ઉપડશે.
સાબરમતી-કટરા એક્સપ્રેસના સમયમાં પણ બદલાવ
ગુજરાતથી વૈષ્ણોદેવી તરફ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે પણ આ અપડેટ મહત્ત્વનું છે. ટ્રેન નંબર 19415 સાબરમતી-કટરા એક્સપ્રેસના સમયમાં 25 ઓક્ટોબરથી ફેરફાર થવાનો જણાવાયો છે.આપેલી વિગતો મુજબ, ટ્રેન જમ્મુ તવીથી સવારે 4:15 વાગ્યે અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનથી સવારે 5:16 વાગ્યે ઉપડશે. ત્યારબાદ સવારે 6:25 વાગ્યે કટરા સ્ટેશન પહોંચશે. આ રૂટ પર મુસાફરી કરનારાઓએ પોતાના પ્રવાસની તારીખ પ્રમાણે ટ્રેનનો સમય ફરીથી ચકાસવો જોઈએ.
જમ્મુ-પઠાણકોટ ડેમુ ટ્રેનોના સમયમાં ફેરફાર
જમ્મુ અને પઠાણકોટ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે પણ રેલવેના નવા સમયપત્રકની વિગતો આપવામાં આવી છે. ટ્રેન નંબર 74909 જમ્મુ તવી-શહીદ કેપ્ટન તુષાર મહાજન ડેમુ 20 ઓક્ટોબરથી સવારે 8:10 વાગ્યે ઉપડશે અને સવારે 10:10 વાગ્યે તેના નિર્ધારિત સ્ટેશને પહોંચશે.બીજી તરફ, ટ્રેન નંબર 74906 શહીદ કેપ્ટન તુષાર મહાજન-પઠાણકોટ ડેમુ સવારે 8 વાગ્યે ઉપડશે અને બપોરે 12 વાગ્યે પઠાણકોટ કેન્ટ સ્ટેશન પહોંચશે
મુસાફરી પહેલાં ટ્રેનનો સમય કેવી રીતે તપાસવો?
સમયપત્રકમાં ફેરફારને કારણે મુસાફરોને સ્ટેશન પર પહોંચવાના સમયમાં મુશ્કેલી ન પડે તે માટે પ્રવાસ પહેલાં ટ્રેનની વિગતો તપાસવી જરૂરી છે.
ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ટ્રેન નંબર નાખીને સમય તપાસો
NTES (National Train Enquiry System) એપમાં ટ્રેનનું અપડેટેડ શેડ્યૂલ જુઓ
મુસાફરીની તારીખ પ્રમાણે પ્રસ્થાન અને આગમનનો સમય ચકાસો
ખાસ કરીને વહેલી સવારે ઉપડતી ટ્રેનો માટે સ્ટેશન પર પહોંચવાનો સમય અગાઉથી નક્કી કરો
આ પણ વાંચો:ગીર સોમનાથમાં જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલનું આગમન
