Vastu Tips/ ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને ભૂલથીયે ન ચડાવવા આ ફૂલો…કયા પુષ્પો વર્જીત માનવામાં આવે છે? જાણો વાસ્તુ નિયમ…

વાસ્તુશાસ્ત્ર (Flower Vastu)ના નિષ્ણાત પાસેથી જાણીએ કે ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને કયા ફૂલો અથવા વસ્તુઓ ન ચડાવવી જોઈએ?

Trending Religious Rashifal Dharma & Bhakti
Flower Vastu અનુસાર મા દુર્ગા અને ભગવાન વિષ્ણુને આ 2 ફૂલો ન ચડાવવા..જાણો Shocking fact!

Vastu Tips: અમુક પુષ્પો એવા પણ છે જેને અમુક દેવી-દેવતાઓને ચડાવવાનું વર્જીત માનવામાં આવેલું છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર (Flower Vastu Tips)ના નિષ્ણાત પાસેથી જાણીએ કે ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને કયા ફૂલો અથવા વસ્તુઓ ન ચડાવવી જોઈએ?

સનાતન ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન ફૂલોનું અતિ વિશેષ મહત્વ રહેલું છે. એવી માન્યતા છે કે દેવી-દેવતાઓને એમની પસંદના ફૂલો અર્પણ કરવાથી પૂજાનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, અમુક પુષ્પો એવા પણ છે જેને અમુક દેવી-દેવતાઓને ચડાવવાનું વર્જીત માનવામાં આવેલું છે. વાસ્તુ શાસ્ત્ર અને ધાર્મિક નિયમો અનુસાર, પૂજા કરતી વખતે આ નિયમોનું ધ્યાન રાખવું જોઇએ. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર (Astrology & Vastu Shashtra)ના નિષ્ણાત પાસેથી જાણીએ કે ભગવાન વિષ્ણુ અને માતા દુર્ગાને કયા ફૂલો અથવા વસ્તુઓ ન ચડાવવી જોઈએ?

કયા દેવને કયું ફૂલ પસંદ હોય છે? (Flower Vastu Tips)

Flower Vastu અનુસાર, ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિપ્રિય હોય છે. વિષ્ણુજી (Lord Vishnu)ને સફેદ અને પીળા ફૂલો અત્યંત પ્રિય માનવામાં આવે છે. આ ઉપરાંત, સૂર્ય દેવ, ભગવાન ગણેશ અને ભૈરવને લાલ ફૂલ અર્પણ કરવાની પરંપરા છે. ભગવાન શિવની પૂજામાં સફેદ ફૂલોનું વિશેષ મહત્વ ગણાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોના રંગ અને સુગંધને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છએ. આથઈ પૂજા કરતી વખતે દેવી-દેવતાઓ સાથે સંલગ્ન પારંપરિક નિયમોનું ધ્યાન રાખવું જોઇએ.

Lord Vishnu-Yellow and White Flowers
Lord Vishnu-Yellow and White Flowers

ભગવાન વિષ્ણુને આ વસ્તુઓ ન ચડાવવી

સનાતન ધર્મની માન્યતાનુસાર, ભગવાન વિષ્ણુની પૂજામાં અક્ષત અર્થાત્ ચોખા અર્પણ ન કરવા જોઇએ. આ ઉપરાંત Flower Vastu મુજબ, એમને આંકડા કે ધતૂરાના ફૂલો પણ ન ચડાવવા જોઈએ. પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવાથી ધાર્મિક પરંપરાઓનું પાલન કરી શકાય છે.

Maa Durga- Lotus and Red flowers
Maa Durga- Lotus and Red flowers

મા દુર્ગાને આ ફૂલો ન ચડાવવા

મા દુર્ગા (Maa Durga)ની પૂજામાં દૂર્વા ઘાસ, આંકડો, પારિજાત, બીલી અને ચાંદનીના ફૂલો અર્પણ ન કરવા જોઈએ. આ ઉપરાંત, ચંપો અને કમળના પુષ્પને છોડીને બીજા ફૂલોની કળીઓ પણ અર્પણ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. ધાર્મિક માન્યતાનુસાર, નાગચંપો, બૃહતિ અને વજ્રદંતીના ફૂલોને પણ દેવી-દેવતાઓની પૂજા માટે વર્જીત માનવામાં આવ્યા છે.

પૂજામાં આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું

પૂજા-પાઠ દરમયાન શ્રદ્ધા અને શુદ્ધતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ફૂલો અર્પણ કરતી વખતે દેવી-દેવતાઓ સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓને ધ્યાનમાં રાખવી જોઇએ. આમ કરવાથી પૂજા વિધિ સારી રીતે સંપન્ન કરી શકાય છે. જો કે, અલગ-અલગ પરંપરાઓ અને વિભિન્ન ક્ષેત્રોમાં ફૂલો અંગેની માન્યતાઓ જુદી-જુદી હોઈ શકે છે.


આ પણ વાંચો : જો ઉઠાવી લીધો તો શું કરશો?!!…..રસ્તે પડેલા સિક્કા કે નોટ મળવું શુભ છે કે અશુભ?

આ પણ વાંચો : સીડીઓની દિશા અને જગ્યા જ નહિં પણ સંખ્યા નિશ્ચિત કરે છે ઘરનું વાસ્તુ! 5, 8, 11 અને 14 માં છુપાયેલું છે રહસ્ય!

આ પણ વાંચો : સવાર-સવારમાં આટલી ભૂલો ન કરવી! ઉઠતા જ અરીસો જોવો એ વાસ્તુદોષ બની શકે!!