Dharma & Bhakti/ 21 ઓક્ટોબરની સવારે બનશે ચંદ્ર-રાહુ યુતિનો ગ્રહણ દોષ…3 રાશિઓએ આર્થિક બાબતોમાં રહેવું સતર્ક!

ચંદ્રમા 21 ઓક્ટોબરની સવારે કુંભ રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ગ્રહણ યોગ (Chandra Grahan Yog) પણ કહેવાય છે. આ યોગના કારણે રાશિચક્રની કેટલીક રાશિઓના…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chandra Grahan Yog...3 રાશિઓ માટે ભારે યોગ...રાહુ-ચંદ્રની Dangerous યુતિ!

Dharm & Bhakti: ચંદ્રમા અને રાહુની વચ્ચે યુતિ સર્જાશે જેથી ચંદ્ર ગ્રહણ દોષ (Chandra Grahan Dosh) રચાશે. આને ચંદ્ર ગ્રહણ યોગ (Chandra Grahan Yog) પણ કહેવાય છે. આ યોગના કારણે રાશિચક્રની કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

ચંદ્રમા 21 ઓક્ટોબર (21 October 2026)ની સવારે કુંભ રાશિમાં ગોચર કરશે. ચંદ્રમાનું આ ગોચર સવારે 7 વાગ્યે થશે. રાહુ (Rahu Grah) અગાઉથી જ કુંભ રાશિમાં છે આથી ચંદ્રમા અને રાહુની વચ્ચે યુતિ સર્જાશે જેથી ચંદ્ર ગ્રહણ દોષ (Chandra Grahan Dosh) રચાશે. આને ચંદ્ર ગ્રહણ યોગ (Chandra Grahan Yog) પણ કહેવાય છે. આ યોગના કારણે રાશિચક્રની કેટલીક રાશિઓના જીવનમાં ઉતાર-ચડાવ આવી શકે છે. આજે અમે તમને આ રાશિઓ અંગે જાણકારી આપીશું.

ચંદ્ર ગ્રહણ યોગ (Chandra Grahan Yog)

કર્ક રાશિ (Cancer)

કર્ક રાશિના જાતકોની રાશિના અષ્ટમ ભાવમાં ગ્રહણ દોષ બનશે જે તમારા ત્રિક ભાવમાંથી એક છે. આ ભાવમાં ચંદ્રમાની સ્થિતિ સારી ન કહી શકાય. તમારા ગુપ્ત શત્રુઓથી તમારે સતર્ક રહેવાની આવશ્યકતા રહેશે. એ તમારું કાર્ય બગાડવાની કોશિશ કરી શકે છે. આ સાથે જ શેર બજારમાં પૈસા લગાવતા પહેલા બે વાર વિચારવું. સટ્ટાબાજીના ચક્કરમાં ફસાશો તો તમને નુકસાન થઈ શકે છે. કેરિયર સંલગ્ન કોઇ પણ નિર્ણય ઘરના સભ્યોની સલાહ વિના ન લેવો. ગુપ્ત વાતોને અન્યો સાથે શૅર કરવાથી પણ તમારે બચવું જોઇએ.

ઉપાય- શિવલિંગ પર જળ અર્પિત કરવું.

ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવો
ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવો

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના જાતકોના છઠ્ઠા ભાવમાં આ ગ્રહણ યોગ સર્જાશે જે શત્રુ અને રોગનો ભાવ માનવામાં આવે છે. તમારા વિરોધીઓ સક્રિય બની શકે છે આથી તમારે સાવધાનીપૂર્વક વર્તવું પડશે. વ્યર્થ ખર્ચ વધવાથી તમારું આર્થઇક બજેટ ખોરવાઈ શકે છે. ભૂલથીયે આ સમયે કોઈને પણ ઉધાર પૈસા ન આપવા નહિં તો એ નાણા ફસાઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે પણ કન્યા રાશિના લોકોએ સતર્ક રહેવું જોઇએ. માતા-પિતાના સ્વાસ્થ્ય અંગે પણ સાવધાન રહેવું.

ઉપાય- ભગવાન ગણેશના મંત્રોનો જાપ કરવો.

શિવ મંત્રોના જાપ કરવા.
શિવ મંત્રોના જાપ કરવા.

મીન રાશિ (Pisces)

મીન રાશિના જાતકોના દ્વાદશ ભાવમાં આ ગ્રહણ યોગ સર્જાશે. આ ભાવને હાનિનો કારક ભાવ માનવામાં આવે છે. આથી તમારે અત્યંત સચેત રહેવાની જરુર રહેશે. કોઈ પણ પરિસ્થિતિમાં જમાપૂંજીમાંથી ખર્ચ ન કરવો નહિં તો આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે છે. વેપારી વર્ગે ધનની લેવડ-દેવડ કોઈ વિશ્વાસપાત્રને સાથે રાખીને જ કરવું જોઇએ. સ્વાસ્થ્ય અંગે પણ સતર્ક રહીને કાર્ય કરવું. બહારનું તળેલું અથવા તો ખરાબ ભોજન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

ઉપાય- શિવ મંત્રોના જાપ કરવા.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: મૃત્યુશૈયા પર પડેલા ભીષ્મ પિતામહની આંખમાં આંસુ કેમ આવ્યા? કારણ જાણીને તમને પણ જીવન જીવવાની નવી દિશા મળશે

આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ

આ પણ વાંચો:  આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે