Mahesana News: મહેસાણા જિલ્લામાં પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓના આદેશ (Mahesana Police Transfer) કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) કક્ષાના અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે. આ ફેરફારમાં કુલ 3 PI અને 8 PSIનો સમાવેશ (3 PI 8 PSI Transfer) થતો હોવાનું જણાવાયું છે.
Mahesana Police Transfer: સાંથલ પોલીસ સ્ટેશનની જવાબદારી જે.આર. જાડેજાને
સાંથલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે મહેસાણા શહેર ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI જે.આર. જાડેજાને સાંથલ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફેરફાર
બદલીના આદેશ મુજબ, સાંથલ પોલીસ સ્ટેશનના એચ.યુ. પટેલને જોટાણા આઉટપોસ્ટ ખાતે મૂકવામાં આવ્યા છે. સતલાસણા પોલીસ સ્ટેશનના યુ.બી. ઝાલાને ધરોઈ આઉટપોસ્ટ ખાતે જવાબદારી સોંપવામાં આવી છે.
સતલાસણા પોલીસ સ્ટેશનના એસ.એસ. આનંદની ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે સાંથલ પોલીસ સ્ટેશનના કે.કે. ચૌધરીને મહેસાણાની AHTU શાખામાં મૂકવામાં આવ્યા છે.
મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના બી.આર. પટેલને સતલાસણા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, સાંથલ પોલીસ સ્ટેશનના એમ.પી. ચૌધરીને મહેસાણા શહેર ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે.
ટ્રાફિક શાખા સહિત અન્ય વિભાગોમાં પણ બદલી
અન્ય બદલીઓમાં હાઇવે ટ્રાફિક શાખાના વી.પી. સોલંકીને શહેર ટ્રાફિક શાખામાં અને શહેર ટ્રાફિક શાખાના વી.બી. ઝાલાને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
નંદાસણ પોલીસ સ્ટેશનના જી.એમ. ગેહલાવતને મહેસાણા ખાતે એન્ટી રેડિકલાઇઝેશન સેલમાં અને AHTU મહેસાણાના એમ.એન. દવેને લીવ રિઝર્વમાં મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે.
તમામ અધિકારીઓને તાત્કાલિક હાજર થવા આદેશ
બદલી પામેલા તમામ સંબંધિત અધિકારીઓને લેખિતમાં ચાર્જ સોંપીને નવી નિમણૂકના સ્થળે તાત્કાલિક હાજર થવા અને તેની જાણ કચેરીને કરવા સૂચના આપવામાં આવી છે. આ ફેરફાર બાદ જિલ્લામાં પોલીસ સ્ટેશનો અને વિવિધ શાખાઓની કામગીરીમાં નવી જવાબદારીઓ સાથે અધિકારીઓ કાર્યભાર સંભાળશે.
આ પણ વાંચો: તહેવારો પહેલાં રસોડાનું બજેટ ખોરવાશે? સિંગતેલના ભાવમાં વધુ વધારાની શક્યતા
આ પણ વાંચો: વલસાડમાં બ્લેકમેઇલિંગનો ગંભીર મામલો! રોકડ અને સોનાના દાગીના સહિત સગીરા પાસેથી લાખો પડાવ્યા
આ પણ વાંચો: રસ્તાની વચ્ચે ઝાડ કે અકસ્માતને આમંત્રણ? રામોલમાં તંત્રને જગાડવા સ્થાનિકોની રજૂઆત
