Jamnagar News: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે મધમાખીઓના હુમલામાં 68 વર્ષીય ખેડૂતનું મૃત્યુ (Jamjodhpur Farmer Death) થયું છે. ખેડૂત પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપી રહ્યા હતા, ત્યારે અચાનક મધમાખીઓનું ઝૂંડ આવી પહોંચ્યું હતું.
Jamjodhpur Farmer Death: સોયાબીન કાપતી વખતે મધમાખીઓનો હુમલો
પોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, શેઠવડાળા ગામના અરવિંદભાઈ મગનભાઈ ડઢાણિયા (ઉંમર 68 વર્ષ) 20 ઑક્ટોબરના રોજ સવારે આશરે 9 વાગ્યે પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીઓના ઝૂંડે તેમના પર હુમલો કર્યો (Bee Attack) હતો અને શરીર પર અનેક ડંખ માર્યા હતા.
હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યા
હુમલા બાદ અરવિંદભાઈને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
આ બનાવ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ અકુદરતી મૃત્યુની નોંધ કરવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એન. આસાણી આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: શાળામાં મધમાખીના હુમલામાં વિદ્યાર્થીનું મોત, અનેક ઘાયલ
આ પણ વાંચો: જુનાગઢમાં વિદ્યાર્થીઓ પર મધમાખીઓનો હુમલો, 10 વિદ્યાર્થીઓ ઘાયલ
આ પણ વાંચો: મધમાખીઓના ટોળાએ અચાનક પસાર થતા લોકો પર કર્યો હુમલો, એક વૃદ્ધ વ્યક્તિનું મોત
