Palmistry/ હથેળીમાં મંગળ પર્વત ખોલશે સાહસ અને શક્તિના રહસ્યો…જાણો કયા સ્થાનથી ખબર પડશે વ્યક્તિના ગુણો!

સામુદ્રિક શાસ્ત્રમાં હથેળીમાં Mars Mount on Palmના બે સ્થાન દર્શાવવામાં આવેલા છે. પ્રથમ હથેળીમાં જીવનરેખા પાસે હોય છે જ્યારે બીજું સ્થાન બિલકુલ…

Trending palmistery Dharma & Bhakti
Mars Mount on Palm...હથેળીમાં 2 સ્થાને હોય છે Powerful મંગળ પર્વત...Bravery નો દ્યોતક!

Palmistry: સામુદ્રિક શાસ્ત્રમાં હથેળીની રેખાઓની સાથે પર્વતોનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવેલું છે. એવી માન્યતા છે કે, હથેળીમાં હાજર મંગળ પર્વત (Mars Mount on Palm) વ્યક્તિના સાહસ (Bravery), બળ, શક્તિ અને બુદ્ધિ સાથે સંલગ્ન ગુણોનો સંકેત આપે છે. હથેળીમાં મંગળ પર્વતના બે સ્થાન હોય છે અને બંનેનું પોતાનું અલગ મહત્વ હોય છે. એની બનાવટ અને ઉન્નતિથી વ્યક્તિના સાહસ, બુદ્ધિ, ધૈર્ય અને સંયમ જેવા ગુણોની જાણકારી મળે છે. તો ચાલો જાણીએ મંગળ પર્વત ક્યાં સ્થિત હોય છે અને એના અલગ-અલગ સ્થાનોથી વ્યક્તિના કયા-કયા ગુણોનું આકલન કરવામાં આવે છે?

હથેળીમાં ક્યાં હોય છે મંગળ પર્વતના બે સ્થાન? (Two Types of Mars Mount on Palm)

સામુદ્રિક શાસ્ત્રમાં હથેળીમાં મંગળ પર્વતના બે સ્થાન દર્શાવવામાં આવેલા છે. પ્રથમ હથેળીમાં જીવનરેખા (Life line) પાસે હોય છે જ્યારે બીજું સ્થાન બિલકુલ એની વિરુદ્ધનું હૃદયરેખા અને મસ્તિષ્ક રેખા (Heart Line and Brain Line)ની વચ્ચે સ્થિત હોય છે. એવી માન્યતા છે કે મંગળ પર્વત આ બેમાંથી કોઈ એક સ્થાને અથવા તો બંને સ્થાને ઉપસેલો હોઈ શકે છે. એની સ્થિતિ અને બનાવટને વ્યક્તિના અલગ-અલગ ગુણો સાથે જોડીને જોવામાં આવે છે.

ઉચ્ચનો મંગળ પર્વત સેનામાં અધિકારી પદ અપાવે
ઉચ્ચનો મંગળ પર્વત સેનામાં અધિકારી પદ અપાવે

પ્રથમ મંગળ પર્વત દર્શાવે છે શારીરિક અવસ્થા

મંગળ પર્વતનું પ્રથમ સ્થાન વ્યક્તિની શારીરિક અવસ્થા સાથે સંબંધિત માનવામાં આવે છે. આ સ્થાનના આધારે એના સાહસ, બળ અને શક્તિનું આકલન કરવામાં આવે છે. જો અહિં મંગળ પર્વત સુંદર અને ઉન્નત દેખાય તો વ્યક્તિ સાહસિક અને શક્તિશાળી હોવાના સંકેતો દર્શાવે છે. એવી માન્યતા છે કે આ પ્રકારનો મંગળ પર્વત વ્યક્તિને સેનામાં હોવા અથવા તો કોઈ ઉચ્ચ પદ પર વિરાજમાન થવા સાથે (Army or Decorated Officer) સંલગ્ન હોઈ શકે છે. આ સાથે જ એક સારા અધિકારી બનવાના સંકેતના રુપે પણ આને જોવામાં આવે છે.

દ્વિતિય મંગળથી બુદ્ધિમત્તાનું આકલન થાય
દ્વિતિય મંગળથી બુદ્ધિમત્તાનું આકલન થાય

દ્વિતિય મંગળ પર્વત દર્શાવે છે માનસિક અવસ્થા

મંગળ પર્વતનું બીજું સ્થાન હથેળીમાં હૃદય રેખા અને મસ્તિષ્ક રેખાની મધ્યમાં હોય છે. સામુદ્રિક શાસ્ત્રમાં આને વ્યક્તિની માનસિક અવસ્થા સાથે જોડીને જોવામાં આવે છે. એવી માન્યતા છે કે આ સ્થાનની બનાવટના આધારે વ્યક્તિની બુદ્ધિમત્તાના ગુણોનું આકલન કરવામાં આવે છે. જો અહિં મંગળ પર્વત ઉન્નત હોય તો એને ધૈર્ય, શૌર્ય, સંયમ અને ક્ષમા જેવા ગુણોનો સંકેત માનવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: હસ્તરેખાઓ તમારા વિશે શું કહે છે? ભાગ્યરેખાઓ પરથી નક્કી થાય છે તમારૂં જીવન!

આ પણ વાંચો: જીવનસાથી કેવો હશે? કેવી રહેશે લવ અને લગ્ન લાઇફ? હથેળીમાં શુક્ર પર્વત પરથી જાણો…

આ પણ વાંચો: હથેળીમાં આ નિશાન અને રેખાઓ છે…તો તમે છો અત્યંત ભાગ્યશાળી…મળશે યશ અને પ્રતિષ્ઠા..!