Vadodara News/ વડોદરા મનપામાં ડ્રેનેજ સમારકામ માટે 9 કોન્ટ્રાક્ટરની પેનલ, અંદાજ કરતાં ₹1.80 કરોડ વધુ ખર્ચની શક્યતા

Vadodara Drainage Repair: વડોદરા મનપામાં ડ્રેનેજ સમારકામ માટે નવ કોન્ટ્રાક્ટરની પેનલની દરખાસ્ત રજૂ થઈ છે. ₹6 કરોડના અંદાજ સામે ₹7.80 કરોડના ખર્ચનું આયોજન છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Drainage Repair: વડોદરા મનપામાં ડ્રેનેજ સમારકામ માટે ₹7.80 કરોડનો ઇજારો

Vadodara News: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરમાં ડ્રેનેજ લાઇનની સમસ્યાઓના ઝડપી નિકાલ અને નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. શહેરમાં જ્યારે પણ ડ્રેનેજ લાઇન ભંગાણ થાય, ત્યારે તેના તાત્કાલિક સમારકામ માટે 9 કોન્ટ્રાક્ટરોની એક વિશેષ પેનલ બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આશરે ₹6 કરોડના અંદાજ સામે ₹7.80 કરોડની મર્યાદામાં કામગીરી કરાવવાનું આયોજન છે. એટલે કે અંદાજિત ખર્ચ કરતાં ₹1.80 કરોડ વધુ ખર્ચ થવાની શક્યતા છે.

Vadodara Drainage Repair: ટેન્ડરના સાત પ્રયાસ છતાં ભાવપત્ર મળ્યાં નહીં

કોર્પોરેશનની જૂની ડ્રેનેજ લાઇનોમાં, ખાસ કરીને 4.50 મીટરથી વધુ ઊંડાઈ ધરાવતી લાઇનોમાં ભંગાણ (Drainage Breakdown) સર્જાય ત્યારે તાત્કાલિક સમારકામ કરવું પડે છે. ચોમાસા દરમિયાન આવી કામગીરીની જરૂરિયાત વધતી હોવાથી સમયસર સમારકામ માટે કોન્ટ્રાક્ટરોની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કામગીરી માટે શરૂઆતમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહોતો. ઝોન પ્રમાણે વાર્ષિક ઇજારો આપવા માટે પણ ટેન્ડર (VMC Tender) મંગાવવામાં આવ્યાં હતાં. જોકે, સાતમા પ્રયાસ સુધી કોઈ ભાવપત્ર મળ્યું નહોતું.

શરૂઆતમાં 45.11 ટકા વધુ ભાવની ઓફર

ત્યારબાદ સીધી ઓફર મંગાવવામાં આવતાં 10 કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો હતો. તેમાં એસ.કે. મકવાણા એન્ડ કંપનીએ ₹6 કરોડના અંદાજ સામે 45.11 ટકા વધુ એટલે કે ₹8.70 કરોડથી વધુનો ભાવ રજૂ કર્યો હતો. કોર્પોરેશન દ્વારા ભાવ ઘટાડવા જણાવાયા બાદ ₹7.80 કરોડની મર્યાદામાં કામગીરી કરવા સંમતિ આપવામાં આવી (Drainage Repair Contract) હતી.

નવ કોન્ટ્રાક્ટરોની પેનલ બનાવાશે

દરખાસ્ત મુજબ, આકાર કન્સ્ટ્રક્શન સિવાય અન્ય ઇજારદારોએ અંદાજિત ખર્ચ કરતાં 18 ટકા વધુના ભાવે કામગીરી કરવા સંમતિ આપી છે. પેનલમાં એસ.કે. મકવાણા એન્ડ કંપની, ભાવેશ આર. પંડ્યા, જે.એસ. કપ્તાન, મારુતિ એન્ટરપ્રાઇઝ, યુનિટી ઇન્ફ્રા, માનસિ કોર્પોરેશન, ભાવીન એન્ટરપ્રાઇઝ, ઇલાઇટ એન્જિનિયર્સ અને રાજકમલ બિલ્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

કામગીરીમાં વિલંબ બદલ ₹10 હજારનો દંડ

ઇજારાના નિયમો અનુસાર, કોન્ટ્રાક્ટ મળ્યા બાદ તાત્કાલિક સમારકામ શરૂ કરવાનું રહેશે. જો ઇજારદાર કામગીરી કરવામાં નિષ્ફળ જાય તો કોર્પોરેશન અન્ય કોન્ટ્રાક્ટર મારફતે સમારકામ કરાવી શકશે અને તેનો ખર્ચ મૂળ ઇજારદાર પાસેથી વસૂલશે. કામગીરીમાં વિલંબ બદલ પ્રતિદિન ₹10,000નો દંડ વસૂલવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. જેમાં સમારકામ સ્થળે ફરજિયાત તાત્કાલિક બેરીકેડિંગ કરવાનું રહેશે


આ પણ વાંચો: યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઇન દુર્ઘટના: કોન્ટ્રાક્ટ કર્મચારીના મોતનો આક્ષેપ, હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ચંદીગઢમાં પાણી ભરાવા બાદ ડ્રેનેજનો કાયાપલટ

આ પણ વાંચો: અમદાવાદમાં પાણી ભરાવા મુદ્દે અમિત શાહ મેદાનમાં, ઇન્ટરસેપ્ટર લાઇનની કામગીરી પર સવાલ