Ahmedabad News/ નરોડામાં બે વર્ષ અગાઉ લગ્નનો ઈન્કાર કરનારી મહિલાની હત્યા કરનારો આરોપી ઝડપાયો

ક્રાઈમ બ્રાંચે મૂળ બિહારના આરોપીની ધરપકડ કરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : નરોડામાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા શખ્સની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ ઓરિસ્સામાં રહેતો અને મૂળ ઓરિસ્સાનો રહેવાસી આરોપી પંકજ બબલુ સાવ (28)એ 30.9.2022ના રોજ એક મહિલાની હત્યા કરી હતી. તપાસમાં મહિલાનું નામ મધુબેન અમરતભાઈ ડામોર (27) હોવાનું બહાર આવ્યું હતું. નરોડામાં અર્ચિત ઓર્ગેનિક્સ લી.. જીઆઈડીસી ફેઝ-3 નજીકની દિવાલ પાસે બબલુએ દુપટ્ટા વડે મધુબેનની ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. તપાસમાં પંકજ અને મધુબેન એક જ કંપનીમાં કામ કરતા હતા. જેને કરણે તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

આ પ્રેમસંબંધ અંગે મધુબેનના પતિને જાણ થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં આરોપી પંકજ તેના વતન ચાલ્યો ગયો હતો. વતનમાં પંકજની સગાઈ નક્કી થી ગઈ હતી. બીજીતરફ મધુબેન પોતાની સાથે લગ્ન કરવા પંકજને ફોન કરીને દબાણ કરતા હતા. આથી પંકજ સગાઈ તોડીને અમદાવાદ પરત આવી ગયો હતો. બાદમાં પંકજે મધુબેનને લગ્ન કરવા જાવતા મધુબેને લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને કારણે ઉશ્કેરાયેલા પંકજે મધુબેનનું દુપટ્ટા વડે ગળુ દબાવીને તેમની હત્યા કરી નાંખી હતી. આ અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે

આ પણ વાંચો: શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ