Hair Care Tips/ સવારે નહાતા પહેલા વાળમાં લગાવો અળસીનું પાણી…થોડા જ દિવસમાં સૉફ્ટ અને સિલ્કી થશે શુષ્ક વાળ!

જો તમે કશુંક કુદરતી ટ્રાય કરવા ઈચ્છતા હો તો અળસીના પાણી (Alsi Water Conditioner) નો પ્રયોગ કરી જુઓ. અળસીનું પાણી વાળને સૉફ્ટ અને સિલ્કી (Silky Hair) બનાવવામાં મદદ કરે છે.

Trending Fashion & Beauty Lifestyle
Alsi Water Conditioner...ખરતા વાળનો big problem...2 રીતે જડમૂળથી થશે નિકાલ!

Hair Care Tips: જો તમે કશુંક કુદરતી ટ્રાય કરવા ઈચ્છતા હો તો અળસીના પાણી (Alsi Water Conditioner) નો પ્રયોગ કરી જુઓ. અળસીનું પાણી વાળને સૉફ્ટ અને સિલ્કી (Silky Hair) બનાવવામાં મદદ કરે છે.

વાળની સમસ્યા (Hair Problems)થી પ્રત્યેક બીજી વ્યક્તિ ગ્રસિત છે. જો તમારા વાળ બેજાન અને શુષ્ક થઈને તૂટી રહ્યાં હોય (Hair Fall) તો એના માટે માર્કેટમાં અનેક પ્રકારના કંડીશનર (Conditioner)અને માસ્ક મળે જ છે. પરંતુ જો તમે કશુંક કુદરતી ટ્રાય કરવા ઈચ્છતા હો તો અળસીના પાણી (Alsi Water Hair Conditioner) નો પ્રયોગ કરી જુઓ. અળસીનું પાણી વાળને સૉફ્ટ અને સિલ્કી (Silky Hair) બનાવવામાં મદદ કરે છે. સવારે નહાતા પહેલા અળસીનું પાણી વાળમાં લગાવવાથી થોડા જ દિવસમાં ફરક નજરે ચડે છે. તો ચાલો જાણીએ, વાળ પર અળસીનું પાણી લગાવવાની યોગ્ય પદ્ધતિ અને એને બનાવવાની વિધિ અંગે…

વાળ માટે અળસીનું પાણી (Alsi Water Conditioner)

અળસીનું પાણી તમે બે પ્રકારે બનાવી શકો છો.

1. આખી રાત અળસી પલાળી રાખીને

2. પાણીમાં અળસીને ઉકાળીને

આ બંને પ્રકારે અહિં અળસીનું પાણી બનાવવાની પદ્ધતિ દર્શાવીશું જેનાથી તમને ભરપૂર ફાયદો મળશે.

આખી રાત અળસી પલાળીને પાણી વાળમાં લગાવવું
આખી રાત અળસી પલાળીને પાણી વાળમાં લગાવવું

1. આખી રાત અળસી પલાળી રાખવી

આ માટે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 થઈ 2 ચમચી અળસીના બીજને આખી રાત પાણીમાં પલાળી રાખવા. સવારે અળસીના બીજને ગાળી લેવા અને આ પાણીને નહાતા પહેલા પોતાના વાળ પર સારી રીતે લગાવી લેવા. આનાથી તમારા વાળમાં એક અલગ જ શાઈન આવવા લાગશે. તમે આ પલાળેલી અળસીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. એ સ્વાસ્થ્ય (Health) માટે અત્યંત ગુણકારી હોય છે.

અળસીની જૅલ બનાવીને વાળમાં લગાવવી
અળસીની જૅલ બનાવીને વાળમાં લગાવવી

2. ઉકાળીને બનાવો અળસીનું પાણી

ખરતા વાળને અટકાવવા માટે Alsi Water Conditioner કારગર સિદ્ધ થાય છે. આ માટે તમારે 1 ગ્લાસ પાણીને તપેલીમાં ઉકળવા માટે રાખવું. એમાં 1 ચમચી અળસીના બીજ ઉમેરવા અને જ્યાં સુધી પાણી હળવી જૅલ જેવું ન થાય ત્યાં સુધી ઉકાળી લેવા. આને ઘણું ઘટ્ટ ન બનાવવું કારણ કે એ ઠંડુ થાય એટલે વધુ ઘટ્ટ થાય છે. આ પાણીને સમગ્ર વાળમાં લગાવી દેવું અને મસાજ કરીને પછી સાદા પાણીથી માથું ધોઇ લેવું. આનાથી વાળને ઘણો જ ફાયદો થશે.

હવે બચેલા અળસીના બીજનો પીસીને તમે માસ્ક (Flax Seeds Mask) બનાવી શકો છો અને જ્યારે પણ સમય મળે ત્યારે તમારા વાળમાં 1 થી 2 કલાક સુધી લગાવી રાખો. ત્યાર બાદ સાદા પાણીથી વાળ ધોઈ લેવા. એનાથી વાળને મજબૂતી પ્રાપ્ત થશે. અળસીમાં ઓમેગા-3, ઓમેગા-6, વિટામિન ઈ (Omega-3, Omega-6, Vitamin E) અને અન્ય પોષક તત્વો છે જે વાળની હૅલ્થ માટે ઉત્તમ માનવામાં આવે છે. અળસીનું આ કુદરતી કંડિશનર (Natural Conditioner) એક વાર અવશ્ય ટ્રાય કરી જોજો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો : તમારા વાળ પણ થઈ જાય છે ફ્રીઝી…રુખા-સૂખા..! આ ટિપ્સ અજમાવો…સ્મૂધ અને શાઈની લાગશે!

આ પણ વાંચો : ગરમીની ઋતુમાં યોગ્ય સ્કિન કેર રુટિન શું છે? ચહેરા પર પહેલા શું લગાવશો

આ પણ વાંચો : શિયાળામાં રુખા વાળની સંભાળ શી રીતે રાખશો? નોંધી લો હેર કેરની આ અનમોલ ટિપ્સ…