Mobile Battery Blast: સ્માર્ટફોન આજના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે, પરંતુ તેની બેટરીની યોગ્ય કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. (Smartphone Battery Safety) ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સ્માર્ટફોન સંબંધિત એક ઘટનામાં યુવકનું મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, બાઇક પર મુસાફરી દરમિયાન યુવકના ખિસ્સામાં રહેલા ફોનની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. બાઇકનું સંતુલન બગડતાં યુવક રસ્તા પર પટકાયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
આ ઘટના બાદ સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે બેટરીની સુરક્ષા અને સાવચેતી અંગે જાણવું જરૂરી (Smartphone Safety Tips) છે.
Smartphone Battery Safety: ફોનની બેટરીમાં ખામીના 5 સંકેતો
1. ફોનની બોડી કે પાછળનું કવર ફૂલવું
ફોનની પાછળની પેનલ ઊપસી આવે અથવા બોડીમાં અસામાન્ય ગેપ દેખાય તો બેટરી ફૂલી હોવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ફોનનો ઉપયોગ બંધ કરો અને અધિકૃત સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો.
2. સ્ક્રીન ઊપસી આવવી
બેટરી ફૂલવાને કારણે કેટલીક વખત સ્ક્રીન પોતાની જગ્યાએથી ઊંચી થવા લાગે છે. તેને દબાવીને બેસાડવાનો કે જાતે ફોન ખોલવાનો પ્રયાસ ન કરવો.
3. ફોનનો અસામાન્ય રીતે ગરમ થવો
સામાન્ય ઉપયોગ દરમિયાન પણ ફોન વારંવાર વધુ પડતો ગરમ (Mobile Battery Overheating) થતો હોય તો તેની તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને ગરમી સાથે બેટરી ફૂલવી કે અન્ય અસામાન્ય લક્ષણો (Phone Battery Swelling) દેખાય તો ફોનનો ઉપયોગ બંધ કરો.
4. અસામાન્ય ગંધ કે અવાજ આવવો
ફોનમાંથી અચાનક રાસાયણિક ગંધ, સિસકારો કે ધુમાડો નીકળે તો તેને હાથમાં રાખવાનું ટાળો અને સુરક્ષિત અંતરે જાઓ. આવા ફોનને જાતે ખોલવા કે રિપેર કરવાનો પ્રયાસ ન કરવો.
5. અનધિકૃત ચાર્જર કે બેટરીનો ઉપયોગ
ફોનના મોડેલને અનુરૂપ અને ઉત્પાદક દ્વારા મંજૂર કરાયેલા ચાર્જર તથા બેટરીનો ઉપયોગ કરવો. હલકી ગુણવત્તાવાળા અથવા અનધિકૃત પાર્ટ્સ બેટરીની સુરક્ષાને અસર કરી શકે છે.
સ્માર્ટફોન સુરક્ષિત રાખવા આ સાવચેતી રાખો
– ફોનને સીધા તડકામાં કે વધુ ગરમીવાળી જગ્યાએ ન રાખો.
– ચાર્જિંગ દરમિયાન ફોન અસામાન્ય રીતે ગરમ થાય તો ચાર્જિંગ બંધ કરો.
– બેટરી ફૂલેલી કે ક્ષતિગ્રસ્ત હોય તો ફોનનો ઉપયોગ અને ચાર્જિંગ ન કરો.
– બેટરી બદલાવવાની જરૂર હોય તો અધિકૃત સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો.
– બાઇક ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરો અને ફોનને સુરક્ષિત રીતે રાખો.
બેટરીની સમસ્યાને અવગણશો નહીં
સ્માર્ટફોનમાં સામાન્ય રીતે લિથિયમ-આયન બેટરી વપરાય છે. બેટરીને નુકસાન, વધુ ગરમી અથવા ખોટી રીતે ચાર્જિંગ થવાથી આગ લાગવાનું જોખમ ઊભું થઈ શકે છે. જોકે, દરેક ફોનનું ગરમ થવું કે દરેક બેટરીની ખામી બ્લાસ્ટ થવાનો સંકેત નથી. અસામાન્ય લક્ષણો જણાય તો સમયસર નિષ્ણાત પાસે તપાસ કરાવવી સૌથી સુરક્ષિત પગલું છે.
આ પણ વાંચો: સ્માર્ટફોન કે કાર? iPhone Duo ની કિંમતમાં ઘરે લાવો આ બજેટ ફ્રેન્ડલી નવી કાર
આ પણ વાંચો: સ્માર્ટફોન પર GST 18% થી ઘટાડીને 5% કરો; ICEA ની કેન્દ્ર સરકાર સમક્ષ મોટી માંગ
આ પણ વાંચો: કાર ઈન્શ્યોરન્સ માટે એજન્ટ પાસે જવાની જરૂર નથી: સ્માર્ટફોનથી મિનિટોમાં ખરીદો ડિજિટલ પોલિસી
