Gujarat News: ગુજરાતની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા જાળવવા શિક્ષણ વિભાગે મહત્વનો (Gujarat School Rules) નિર્ણય લીધો હોવાની વિગતો સામે આવી છે. હવે શાળાના પરિસરમાં પ્રવેશતા મુલાકાતીઓએ આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, શાળામાં આવનાર દરેક મુલાકાતીએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી ફરજિયાત રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે પોલીસને જાણ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ હોવાનું જણાવાયું છે.
Gujarat School Rules: શાળામાં બિનઅધિકૃત પ્રવેશ પર નિયંત્રણ
શાળાઓમાં વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. હવે કોઈપણ વ્યક્તિ મનસ્વી રીતે શાળાના પરિસરમાં પ્રવેશી શકશે નહીં. શાળામાં પ્રવેશ કરતાં પહેલાં આચાર્યની લેખિત મંજૂરી (Photo Video Permission) લેવાની રહેશે. શાળાની મુલાકાતે આવતા દરેક વ્યક્તિએ વિઝિટર રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવી પડશે. આ વ્યવસ્થાનો હેતુ શાળામાં કોણ, કયા હેતુથી અને ક્યારે આવ્યું હતું તેનો રેકોર્ડ જાળવવાનો છે, જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખી શકાય.
વિદ્યાર્થીઓના ફોટો-વીડિયો માટે પણ મંજૂરી જરૂરી
શાળામાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ કે વીડિયો ઉતારવા, તેમના ઇન્ટરવ્યૂ લેવા અથવા લાઇવ સ્ટ્રીમિંગ કરવા માટે પણ લેખિત મંજૂરી લેવી પડશે. આ નિયમથી વિદ્યાર્થીઓની વ્યક્તિગત ગોપનીયતા જાળવવામાં મદદ મળશે અને તેમની જાણ કે મંજૂરી વિના દૃશ્યો રેકોર્ડ કરીને પ્રસારિત થવાની શક્યતાઓ પર નિયંત્રણ આવી શકશે.
જણાવ્યા મુજબ, શાળામાં પ્રવેશ અને રેકોર્ડિંગ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે પોલીસને જાણ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: સરકારી શાળામાં મધ્યાહન ભોજન બાદ 38 બાળકો બીમાર, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: સુરતની સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ: બાળકોની બેન્ચ પર જ જામ્યા ‘જામ’, વોચમેનને હટાવાયો
આ પણ વાંચો: સરકારી શાળાઓ કેમ ઘટી રહી છે? 10 વર્ષમાં સંખ્યા ઘટતા શિક્ષણ પર શું અસર
