Food Recipe/ રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…

ડાયેટિંગ કરનારા માટે પણ આ Makai Dhokla Recipe એક ઉત્તમ વિકલ્પ છે. આ ઢોકળાને સ્ટીમ કર્યા બાદ તમે ફ્રાય અથવા તો શૅલો ફ્રાય કરી શકો છો.

Trending Food Lifestyle
Makai Dhokla Recipe...રાજસ્થાની traditional healthy ડિશ...ખાવામાં Amazing...સરળ 5 સ્ટેપ્સમાં!

Food Recipe: નાસ્તામાં કશુંક હૅલ્ધી ખાવા માગતા હો તો તમે રાજસ્થાની મકાઈના ઢોકળા (Makai Dhokla Recipe) બનાવીને ખાઈ શકો છો. અત્યાર સુધી તમે બેસન અને સોજીના ઢોકળા (Besan-Suji Dhokla) ખાધા હશે પરંતુ એક વાર આ પીળી મકાઈના લોટમાંથી બનેલા ઢોકળા બનાવીને ખાઈ જોજો! આ ખાવામાં તો અત્યંત સ્વાદિષ્ટ લાગે છે અને એને બનાવવાનું પણ ઘણું જ સરળ છે. મકાઈના લોટમાંથી બનતા આ ઢોકળાને તમે સવાર-સવારમાં પેટ ભરીને ખાઈ શકો છો.

ડાયેટિંગ કરનારા માટે પણ આ ઢોકળા એક ઉત્તમ (Dieting Recipe) વિકલ્પ છે. આ ઢોકળાને સ્ટીમ કર્યા બાદ તમે ફ્રાય અથવા તો શૅલો ફ્રાય કરી શકો છો. આનો સ્વાદ તો બાળકો (Kids)ને પણ પસંદ પડશે. તમે એમને ટિફિનમાં બનાવીને પણ આપી શકો છો. ઘરે આવેલા મહેમાનોને પણ આ ઢોકળા બનાવીને સર્વ કરી શકો છો. તો ફટાફટ નોંધી લો રાજસ્થાની મકાઈના ઢોકળાની રેસિપી…

શી રીતે બનાવશો રાજસ્થાની પરંપરાગત મકાઈના ઢોકળા? (Rajasthani Makai Dhokla Recipe)

રાજસ્થાનના પરંપરાગત મકાઈના ઢોકળા (Traditional Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Rajasthani Makai Dhokla Ingredients
Rajasthani Makai Dhokla Ingredients

સામગ્રી

500 ગ્રામ પીળી દેશી મકાઈનો લોટ

2-3 ઝીણા સમારેલા લીલા અને લાલ મરચાં

ઝીણી સમારેલી તાજી કોથમીર

ઝીણી સમારેલી લીલી ડુંગળીના પાનનો ભાગ

1 ચમચી જીરું

1 ચમચી અજમો

2-3 ચમચી ધાણીજીરું પાવડર

2-3 ચમચી લાલ મરચું પાવડર

અડધી ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

2-3 ચમચી પાપડ ખાર

2-3 ચમચી તેલ

આવશ્યકતા અનુસાર પાણી

Rajasthani Makai Dhokla Recipe
Rajasthani Makai Dhokla Recipe

મકાઈના ઢોકળા બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક વાસણમાં અડધો કિલો પીળી મકાઈનો લોટ (Yellow Maize Flour) લેવો. એમાં ઝીણા સમારેલા લાલ અને લીલા મરચાં, કોથમીર અને લીલી ડુંગળીના સમારેલા લીલા પાન ઉમેરો.

2. મસાલામાં જીરું, અજમો, લાલ મરચું પાવડર, ધાણાજીરુ પાવડર, હળદર, મીઠું અને પાપડ ખાર ઉમેરવો. ત્યાર બાદ તેલ ઉમેરીને તમામ વસ્તુઓને સારી રીતે હલાવી લેવી.

3. થોડું-થોડું નવશેકું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવો અને પછી હળવા હાથે ઢોકળાનો આકાર આપવો. ગોળ શૅપ આપીને વચ્ચે અંગૂઠા વડે દબાવીને તમામ ઢોકળા તૈયાર કરી લેવા.

4. એક સ્ટીમરમાં પાણી ગરમ કરીને કાણાવાળી જાળી અથવા તો ઢોકળા સ્ટેન્ડમાં ઢોકળા સ્ટીમ કરવા મૂકવા. લગભગ 20-25 મિનિટ સુધી વરાળે પકાવી લેવા.

5. ચપ્પુ વડે ચૅક કરી લેવા કે એ થઈ ગયા છે કે નહિં…ન થયા હોય તો 5 મિનિટ વધુ રહેવા દેવા.

તો તૈયાર છે તમારા ગરમાગરમ મકાઈના ઢોકળા (Makai Dhokla)…જેને તમે તેલ અથવા ઘીમાં મનપસંદ મસાલો (સંચળ, લાલ મરચું કે મેથીયા મસાલો) ઉમેરીને સર્વ કરી શકો છો. આને તમે ઘી કે તેલમાં શેલો ફ્રાય કરીને પણ ખાઈ શકો છો. શિયાળામાં આ પારંપરિક મકાઈના ઢોકળાનો સ્વાદ મજેદાર લાગે છે. એની સાથે મગ અથવા અડદની દાળની બનેલી સ્પાઈસી દાળ પણ સરસ લાગે છે.


આ પણ વાંચો: ચૂરમાના લાડુ બનાવવાની સરળ રીત…ખાવામાં સ્વાદિષ્ટ અને એકદમ નરમ…મજાની રેસિપી!

આ પણ વાંચો: રાગીમાંથી બનાવો જાળીદાર અને પોચાં ઢોકળાં…સ્વાદ સાથે શરીરને મળશે કૅલ્શિયમ અને પ્રોટીન..!