New Delhi News/ સોનિયા ગાંધીનું Instagram પર ડેબ્યૂ, પુસ્તક ‘Belonging’ની પ્રથમ ઝલક શેર કરી

પુસ્તકના પ્રકાશન પહેલાં તેની પ્રથમ નકલની તસવીરો અને સોનિયા ગાંધીના Instagram (Sonia Gandhi Instagram)ડેબ્યૂને કારણે આ સંસ્મરણો અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે

Top Stories India
79 વર્ષીય સોનિયા ગાંધીએ પ્રથમ વખત Instagram (Sonia Gandhi Instagram)પર પ્રવેશ કરીને પોતાના પુસ્તકની પ્રથમ ઝલક રજૂ કરી છે

New Delhi News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના જીવન પર આધારિત સંસ્મરણોનું પુસ્તક ‘Belonging: A Journey of Love’ ચર્ચામાં આવ્યું છે. 79 વર્ષીય સોનિયા ગાંધીએ પ્રથમ વખત Instagram (Sonia Gandhi Instagram)પર પ્રવેશ કરીને પોતાના પુસ્તકની પ્રથમ ઝલક રજૂ કરી છે. આ પુસ્તક 10 નવેમ્બરે વિશ્વભરમાં પ્રકાશિત (Sonia Gandhi Book Release)થવાનું છે. પુસ્તકની પ્રથમ નકલો મળતાં સોનિયા ગાંધી ભાવુક અને ખુશ જોવા મળ્યાં હતાં.

પુસ્તકના પ્રકાશકો જ્યારે હાર્ડકવર નકલો લઈને પહોંચ્યા, ત્યારે સોનિયા ગાંધીએ હળવા અંદાજમાં કહ્યું કે, “તમે તો ખૂબ ભારે વજન લઈને આવ્યા છો.” ત્યારબાદ તેમને પુસ્તકની પ્રથમ નકલ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમની સાથે પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi)પણ હાજર હતાં.

સોનિયા ગાંધીએ Instagram પર શેર કર્યો પહેલો વીડિયો

સોનિયા ગાંધીએ પોતાના પ્રથમ Instagram (Sonia Gandhi Instagram)પોસ્ટમાં પુસ્તકની ઝલક દર્શાવતો વીડિયો શેર કર્યો હતો. તેમણે આ પ્રસંગે સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘Belonging: A Journey of Love’ પ્રેમ, કર્તવ્ય, ખોટ અને પોતાનું સ્થાન શોધવાની સફરની કહાણી છે. તેમણે પુસ્તક વાચકો સાથે વહેંચવા માટે ઉત્સુકતા પણ વ્યક્ત કરી હતી.

વીડિયોમાં સોનિયા ગાંધી પુસ્તકનાં પાનાં ફેરવતાં જોવા મળે છે. પુસ્તકમાં અનેક તસવીરો જોઈને તેમણે પ્રિયંકા ગાંધીને કહ્યું કે, “આમાં તો ઘણી બધી તસવીરો છે.” આ દરમિયાન પ્રિયંકા ગાંધી માતાને મીઠાઈ ખવડાવતાં અને બંને એકબીજાને ભેટતાં પણ જોવા મળે છે.

પ્રેમ, કર્તવ્ય અને સંઘર્ષની સફર છે ‘Belonging’

પુસ્તકના પ્રકાશક હાર્પરકોલિન્સના જણાવ્યા અનુસાર, ‘Belonging’ (Belonging Book)સોનિયા ગાંધીના જીવન સાથે જોડાયેલી પ્રેમ, ઓળખ, કર્તવ્ય અને પોતાની ઓળખ સ્થાપિત કરવાની સફર રજૂ કરે છે. આ પુસ્તકમાં ભારતના સામાજિક અને રાજકીય પરિવર્તનોને નજીકથી જોવાની તક પણ વાચકોને મળશે.

સોનિયા ગાંધીએ પુસ્તક અંગે અગાઉ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના પરિવાર વિશે ઘણું લખાયું છે, પરંતુ પરિવારના નિર્ણયો, તેમના ઇરાદાઓ અને માનવીય નબળાઈઓને સમજાવતાં વર્ણનો ઓછાં જોવા મળ્યાં છે. તેમના મતે, આ પુસ્તક પરિવારના માનવીય પાસાંને સમજવાનો પ્રયાસ છે.

ઇન્દિરા ગાંધીની હત્યાથી રાજીવ ગાંધીના નિધન સુધીની વાત

‘Belonging’(Belonging Book)માં સોનિયા ગાંધીના જીવનના અનેક મહત્ત્વપૂર્ણ પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 1984માં સાસુ અને તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ તેમના જીવનમાં મોટો બદલાવ આવ્યો હતો. ત્યારબાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા, પરંતુ 1991માં તેમની પણ હત્યા કરવામાં આવી હતી.

સોનિયા ગાંધી શરૂઆતમાં પોતાની અંગત જિંદગીને જાહેર જીવનથી દૂર રાખવા માગતાં હતાં. જોકે, પરિવાર પર આવેલા આઘાત અને વ્યક્તિગત નુકસાન બાદ તેઓ રાજકારણમાં સક્રિય થયાં. તેમણે લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી અને વડાપ્રધાન બનવાની તક પણ સ્વીકારી નહોતી. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સામે સત્તા ગુમાવવી પડી હતી.

પુસ્તકના પ્રકાશન પહેલાં તેની પ્રથમ નકલની તસવીરો અને સોનિયા ગાંધીના Instagram (Sonia Gandhi Instagram)ડેબ્યૂને કારણે આ સંસ્મરણો અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે. હવે 10 નવેમ્બરે પુસ્તકના વૈશ્વિક પ્રકાશન (Sonia Gandhi Book Release)બાદ તેમાં તેમના અંગત જીવન અને ભારતના રાજકીય ઇતિહાસ વિશે કઈ વિગતો સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: સોનિયા ગાંધીના મતદાર કેસમાં ફરી કાર્યવાહી, કોર્ટએ શું કહ્યું?

આ પણ વાંચો: સોનિયા ગાંધીની પુસ્તકને મળશે નવો પ્રકાશક, હાર્પરકોલિન્સ 10 નવેમ્બરે કરશે વૈશ્વિક લોન્ચ

આ પણ વાંચો: સોનિયા ગાંધીની પુસ્તકને લઈને વિવાદ, પેંગ્વિન રેન્ડમ હાઉસે આપી સ્પષ્ટતા