Ajab Gajab News: આજના સમયમાં સારા એવા ભણતર બાદ ડિગ્રી મળ્યા બાદ નોકરી મેળવવાનું દરેક યુવાનનું સપનુ હોય છે. પણ શું કોઈ વ્યક્તિ પોતાની મહિને 40,000 રુપિયાની એન્જીનિયરિંગની નોકરી છોડીને (Rapido Driver left Corporate Job) બાઇક ટેક્સી ચલાવવા લાગે તો? ઝારખંડની એક મહિલાની મુલાકાત એક એવા રેપિડો ડ્રાઈવર સાથે થઈ જેણે પોતાની કહાણી બતાવી અને હવે એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે!
મહિને 40,000 રુપિયાની નોકરીને અલવિદા કહ્યું (Rapido Driver left Corporate Job)
આ વાયરલ પોસ્ટ અનુસાર, ઝારખંડ (Jharkhand)ની એક મહિલા સફર દરમિયાન રેપિડો બાઈક પર બેઠી હતી. 198 રુપિયાના ભાડાની આ નાનકડી રાઈડ દરમિયાન રેપિડો ડ્રાઈવરે (Rapido Driver) કશુંક એવું કહ્યું કે, એ સાંભળીને મહિલા આશ્ચર્યમાં પડી ગઈ! ડ્રાઈવરે જણાવ્યું કે એણે કેટલોક સમય એક કંપનીમાં એન્જીનિયર (Engineer) તરીકે કામ કર્યુ હતુ જેમાં એનો પગાર 40,000 હતો. એણે આ નવા કામ માટે એ નોકરી છોડી દીધી હતી (Rapido Driver left Corporate Job)!

Today, I booked a Rapido bike ride for ₹198. The Rapido rider arrived, I told him the OTP, and as he started the bike, our conversation began along the way.
During the conversation, I asked him a few questions, and his answers left me surprised.
Me: Brother, how much do you earn in a day?
Rapido Rider: Sister, I earn up to ₹4,000 a day.
Me: What, brother! Do you earn only ₹4,000 in a month?
Rapido Rider: Oh no, sister! I’m telling you my daily earnings.
And then, what I heard next…1/2
— Neend Ki Rani 😴 (@Neend_Ki_Rani) October 17, 2026
દર મહિને 1.2 લાખની કમાણી
જ્યારે મહિલાએ આ રેપિડો ડ્રાઈવરને એની દરરોજની કમાણી પૂછી તો એ નવાઈ પામી ગઈ! ડ્રાઈવરે કહ્યું કે એ એક દિવસમાં લગભગ 4,000 રુપિયા સુધી કમાઈ લે છે. આને કેલ્ક્યુલેટ કરીએ તો મહિને એની કમાણી 1 લાખથી 1.2 લાખ રુપિયા જેટલી થાય છે. આટલી વધુ કમાણી વિશે સાંભળીને મહિલા વિચારમાં પડી ગઈ અને એને સમજાયું કે આખરે એક એન્જીનિયરે બાઇક ચલાવવાનું કામ કેમ પસંદ કર્યુ?

પરિવારની જરુરત અને હોમટાઉનથી પ્રેમ કારણભૂત
આ રેપિડો ડ્રાઈવરે પોતાના આ જોબ શિફ્ટિંગ (Job Shifting)ના મોટા નિર્ણયનું અસલ કારણ જણાવ્યું. એના કહેવા મુજબ 40,000 રુપિયાના પગારમાં એ એના પરિવારનો ખર્ચ (Expense) ઉઠાવવા સક્ષમ ન હતો. મોંઘવારીના આ સમયમાં આ સેલરીમાં ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું હતુ. એના સ્થાને એણે એવો રસ્તો પસંદ કર્યો જેનાથી એને વધુ પૈસા મળે એને સૌથી મોટી બાબત એ હતી કે પોતાના જ હોમટાઉનમાં રહીને પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરી શકે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરુ થઈ ગઈ છે. મોટાભાગે મોટી કોર્પોરેટ નોકરી (Corporate Job) અને મોટા હોદ્દાને જ સફળતા માનવામાં આવે છે. કોઈ માટે સમાજમાં ઇજ્જત જરુરી હોય છે તો કોઈ માટે પરિવારની આવશ્યકતાઓ અને મનની શાંતિ! પરંતુ આ ડ્રાઈવરની કહાણીએ દર્શાવી દીધું કે દરેક માટે સફળતાનો અર્થ અલગ-અલગ હોઈ શકે છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
