Chhota Udepur News/ પ્રમુખ બન્યાના ત્રણ દિવસમાં છોટાઉદેપુર પાલિકામાં ભાજપના જૂથો સામસામે

છોટાઉદેપુર પાલિકા(Chhota Udepur municipality dispute)માં સત્તાધારી પક્ષની અંદર જ કંઈક ગરમાયું છે? જાણો શું છે આખો મામલો…

Gujarat Others Breaking News
Chhota Udepur municipality dispute

છોટાઉદેપુર પાલિકા વિવાદ (Chhota Udepur municipality dispute)માં ભાજપના બે જૂથો આમને-સામને આવી ગયા છે. પ્રમુખ બન્યાના માત્ર ત્રણ દિવસમાં જ પાલિકામાં આ ભડકો થયો છે. સભ્યો વચ્ચેનો આંતરિક મતભેદ હવે જાહેરમાં આવી ગયો છે.

Chhota Udepur municipality dispute કેમ સર્જાયો

રજની રાઠવા (Rajni Rathwa) પાલિકા પ્રમુખ (municipality president) બનતાં સભ્યોમાં નારાજગી જોવા મળી છે. આ નારાજગી બાદ ભાજપનો આંતરિક વિખવાદ (BJP internal discord) વકર્યો છે. રજની રાઠવા પ્રમુખ બન્યાને હજી ત્રણ દિવસ જ થયા છે, ત્યાં પાલિકામાં આ સ્થિતિ સર્જાઈ છે.

ચીફ ઓફિસરને 17 સભ્યોની સહીવાળો પત્ર

ભાજપના બે જૂથો સામસામે આવી ગયા છે ત્યારે 17 સભ્યોની સહીવાળો પત્ર ચીફ ઓફિસર (chief officer)ને આપવામાં આવ્યો છે. આ સાથે બહુમતી સભ્યોની મંજૂરી વિના બિલો મંજૂર નહીં કરવા માંગ કરવામાં આવી છે. ઉપરાંત, ભરતી કરેલા કર્મચારીઓને છૂટા નહીં કરવા માટે પણ રજૂઆત કરાઈ છે. આમ, પાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવી રહ્યું છે.


આ પણ વાંચો: સુમુલ ડેરીની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી મોકૂફ: ભાજપમાં આંતરિક વિખવાદની ચર્ચા, 10 દિવસનું અલ્ટીમેટમ

આ પણ વાંચો: નર્મદામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો: પ્રોટોકોલ મુદ્દે મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો વોકઆઉટ, ધરણા પર બેઠા

આ પણ વાંચો: તાપી જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ આવ્યો, યુવા મોરચા પ્રમુખ સામે આક્ષેપ