Business News/ GSTના નવા નિયમો 1 નવેમ્બરથી લાગુ, નાના વેપારીઓને મળશે મોટી રાહત; રિફંડથી રજિસ્ટ્રેશન સુધી બદલાશે પ્રક્રિયા

GST New Rules હેઠળ 1 નવેમ્બર 2026થી GST રજિસ્ટ્રેશન અને રિફંડની પ્રક્રિયામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નાના વેપારીઓ અને ઈ-કોમર્સ વિક્રેતાઓને તેનો સીધો લાભ મળી શકે છે.

Top Stories Breaking News Business
GST New Rules: 1 નવેમ્બરથી મોટા ફેરફાર, નાના વેપારીઓને મળશે રાહત

 Business News:  GST New Rules હેઠળ નાના વેપારીઓ અને (GST) કરદાતાઓ માટે મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. GST સાથે જોડાયેલી પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર દ્વારા અનેક મોટા સુધારા કરવામાં આવી રહ્યા છે. નવા નિયમોનો અમલ 1 નવેમ્બર 2026થી તબક્કાવાર શરૂ કરવાની તૈયારી છે. આ ફેરફારથી ખાસ કરીને નાના વેપારીઓ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાણ કરતા વેપારીઓ અને ટેક્સપેયર્સને રાહત મળવાની અપેક્ષા છે.

નવા નિયમો હેઠળ (GST) રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંતરિફંડ ઝડપથી મળવાની વ્યવસ્થા કરવામાં આવશે અને વેપારીઓ માટે કોમ્પ્લાયન્સનું ભારણ ઘટાડવાના પ્રયાસ કરવામાં આવશે. સરકારનો હેતુ સંબંધિત કામકાજને વધુ સરળ, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે.

ઈ-કોમર્સ વેપારીઓ માટે GST રજિસ્ટ્રેશન સરળ બનશે

GST New Rules: 1 નવેમ્બરથી મોટા ફેરફાર, નાના વેપારીઓને મળશે રાહત
GST New Rules: 1 નવેમ્બરથી મોટા ફેરફાર, નાના વેપારીઓને મળશે રાહત

GST New Rules નો સૌથી મોટો ફાયદો ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન વેચતા નાના વેપારીઓને થઈ શકે છે. કેટલાક રાજ્યોમાં જે વેપારીઓની પોતાની ઓફિસ નથી, તેઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મના વેરહાઉસને પોતાના મુખ્ય બિઝનેસ સ્થળ તરીકે જાહેર કરી શકશે. (E Commerce GST Registration)ની આ નવી વ્યવસ્થાથી નાના વેપારીઓ માટે અલગ-અલગ રાજ્યોમાં GST રજિસ્ટ્રેશન મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.

આ માટે વેપારીનું ઓછામાં ઓછા એક રાજ્યમાં વાસ્તવિક બિઝનેસ હોવું જરૂરી રહેશે. સંબંધિત રાજ્યમાં ફિઝિકલ વેરિફિકેશન અને આધાર ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય રાજ્યોમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મની મંજૂરીથી GST રજિસ્ટ્રેશન મેળવી શકાશે.

આ પ્રક્રિયામાં ટેક્સ અધિકારીની વધારાની કાર્યવાહી કરવાની જરૂર નહીં રહે. આ ફેરફારથી આશરે 9.5 લાખ નાના ઈ-કોમર્સ વિક્રેતાઓને ફાયદો મળવાની અપેક્ષા છે.

GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ થશે સરળ

GST New Rules: 1 નવેમ્બરથી મોટા ફેરફાર, નાના વેપારીઓને મળશે રાહત
GST New Rules: 1 નવેમ્બરથી મોટા ફેરફાર, નાના વેપારીઓને મળશે રાહત

GST રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો અને માહિતી અંગે સરકાર સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરશે. GST REG-01 ફોર્મમાં જરૂરી દસ્તાવેજો પસંદ કરવાની સુવિધા આપવામાં આવશે.

GST પોર્ટલ પર પણ અરજી કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે. હાલમાં અધૂરા દસ્તાવેજો અથવા ખોટી માહિતીના કારણે ઘણી અરજીઓમાં વિલંબ થાય છે અને વેપારીઓને વારંવાર વધારાની માહિતી આપવી પડે છે. નવી વ્યવસ્થાથી આવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ મળી શકે છે.

તેના કારણે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની આશા છે.

હવે GST રિફંડ ઝડપથી મળશે

GST New Rules હેઠળ રિફંડની પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં જમા વધારાની રકમના રિફંડને સિસ્ટમ દ્વારા ઓટોમેટિક મંજૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ માટે દરેક કેસમાં ટેક્સ અધિકારીના હસ્તક્ષેપની જરૂર નહીં રહે.

ઝીરો-રેટેડ સપ્લાય અને ઈનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર સાથે જોડાયેલા પાત્ર રિફંડ દાવામાં જોખમનું મૂલ્યાંકન કર્યા બાદ સિસ્ટમ દ્વારા 90 ટકા રકમનું પ્રોવિઝનલ રિફંડ મંજૂર કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ ઉપરાંત રિફંડ અરજી મળ્યા બાદ તેની પાવતી અથવા કોઈ ખામી અંગે મેમો જાહેર કરવાની સમયમર્યાદા 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવાની દરખાસ્ત છે. આનાથી વેપારીઓને રિફંડ મેળવવામાં ઓછો સમય લાગી શકે છે.

GST નોટિસના નિયમોમાં પણ ફેરફાર

વેપારીઓ પર કોમ્પ્લાયન્સનું ભારણ અને બિનજરૂરી કાયદાકીય કાર્યવાહી ઘટાડવા માટે શો-કોઝ નોટિસ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર પ્રસ્તાવિત છે. ખાસ કરીને (GST Show Cause Notice) ની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ અને સરળ બનાવવાની દિશામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. 10,000 રૂપિયાની ન્યૂનતમ મર્યાદા સાથે સંબંધિત શો-કોઝ નોટિસની જોગવાઈ લાગુ કરવાની દરખાસ્ત છે, જેથી નાની રકમ અથવા નાની ભૂલો સાથે જોડાયેલા મામલામાં વેપારીઓને વારંવાર નોટિસ અને કાયદાકીય પ્રક્રિયાનો સામનો ન કરવો પડે.

આ ફેરફારથી નાના અને મધ્યમ વેપારીઓ માટે GST સંબંધિત પ્રક્રિયા વધુ સરળ બનવાની અપેક્ષા છે. હાલમાં નાની ટેક્નિકલ ભૂલો અથવા કોમ્પ્લાયન્સ સંબંધિત ખામીઓના કારણે પણ વેપારીઓને નોટિસનો જવાબ આપવો પડે છે અને કેટલીક વખત લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. નવી વ્યવસ્થાનો હેતુ આવી બિનજરૂરી પ્રક્રિયાને ઘટાડવાનો છે.

સરકારના આ પગલાથી વેપારીઓ પોતાનું ધ્યાન બિઝનેસ પર વધુ કેન્દ્રિત કરી શકશે અને GST સંબંધિત વિવાદો તથા કાયદાકીય કાર્યવાહીનું ભારણ પણ ઘટી શકે છે. ખાસ કરીને નાના બિઝનેસ માટે આ બદલાવ રાહતરૂપ બની શકે છે, કારણ કે તેમની પાસે મોટા ઉદ્યોગોની સરખામણીમાં GST કોમ્પ્લાયન્સ માટે મર્યાદિત સંસાધનો હોય છે.

1 નવેમ્બરથી તબક્કાવાર અમલ

GST કાઉન્સિલે 8 ઓક્ટોબરે યોજાયેલી 57મી બેઠકમાં આ સુધારાઓને મંજૂરી આપી હતી. વહીવટી પ્રક્રિયા દ્વારા લાગુ કરી શકાય તેવા ફેરફારો નવેમ્બર 2026થી તબક્કાવાર લાગુ કરવામાં આવશે.

બીજી તરફ, જે ફેરફારો માટે GST કાયદામાં સુધારો કરવાની જરૂર પડશે, તે 1 એપ્રિલ 2027થી લાગુ થવાની શક્યતા છે. આ ફેરફારો અમલમાં આવ્યા બાદ GST રજિસ્ટ્રેશન, રિફંડ અને ટેક્સ સંબંધિત પ્રક્રિયા વેપારીઓ માટે વધુ સરળ બનવાની અપેક્ષા છે.


આ પણ વાંચો:GST કાઉન્સિલના 5 મોટા નિર્ણય: ધરપકડ હટી, રિફંડ હવે 10 દિવસમાં

આ પણ વાંચો:GSTમાં મોટો ફેરફાર? ધરપકડની સત્તા જશે, 7 ઓક્ટોબરે નિર્ણય

આ પણ વાંચો:ગુજરાતની GST આવકમાં 28%નો ઉછાળો, રાષ્ટ્રીય વૃદ્ધિ કરતાં લગભગ બમણો વધારો