Business News/ જિયો પ્લેટફોર્મ્સના IPOએ રચ્યો વિશ્વવિક્રમ, એક કરોડથી વધુ અરજીઓનો ઐતિહાસિક આંકડો

જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓ (Jio Platforms IPO)ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો

Top Stories India
રિલાયન્સ ગ્રુપની જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓ (Jio Platforms IPO)એ રોકાણકારોની ભાગીદારીના મામલે નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે

Business News : રિલાયન્સ ગ્રુપની જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓ (Jio Platforms IPO)એ રોકાણકારોની ભાગીદારીના મામલે નવો વૈશ્વિક વિક્રમ (IPO World Record)સ્થાપિત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીના આઇપીઓ માટે અરજીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી હતી. ઇશ્યૂ બંધ થવામાં હજુ પાંચ કલાક બાકી હતા ત્યારે જ આ ઐતિહાસિક આંકડો નોંધાયો હતો. આ સાથે જિયોના આઇપીઓએ અગાઉના મોટા આઇપીઓના અરજી સંબંધિત રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.

જિયો પ્લેટફોર્મ્સ IPOએ એક કરોડ અરજીઓનો આંકડો પાર કર્યો

જિયો પ્લેટફોર્મ્સના આઇપીઓ (Jio Platforms IPO)ને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. ઉપલબ્ધ વિગતો અનુસાર, ઇશ્યૂ બંધ થવાના પાંચ કલાક પહેલાં જ અરજીઓની સંખ્યા એક કરોડથી વધુ (1 Crore Applications)થઈ ગઈ હતી. આ સિદ્ધિએ ભારતીય મૂડીબજારની સાથે વૈશ્વિક આઇપીઓના ઇતિહાસમાં પણ નવો માપદંડ સ્થાપિત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રોકાણકારોની આટલી મોટી ભાગીદારી કંપની પ્રત્યેની રુચિ અને શેરબજારમાં રિટેલ રોકાણકારોની વધતી સક્રિયતા તરફ સંકેત આપે છે. જોકે, અરજીઓની સંખ્યા અને વાસ્તવિક ફાળવણી અલગ બાબતો છે.

વારી એનર્જીઝનો અગાઉનો રેકોર્ડ પાછળ છૂટ્યો

જિયો પ્લેટફોર્મ્સ પહેલાં વારી એનર્જીઝના આઇપીઓમાં અંદાજે 97 લાખ અરજીઓ નોંધાઈ હતી. આ આંકડો અગાઉ વિશ્વસ્તરે નોંધપાત્ર રેકોર્ડ તરીકે જોવામાં આવતો હતો. હવે જિયોના આઇપીઓએ એક કરોડથી વધુ અરજીઓ (1 Crore Applications)નો આંકડો પાર કરીને આ રેકોર્ડને પાછળ છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બીસીસીએલ જેવા આઇપીઓ પણ ભારતમાં મોટી સંખ્યામાં અરજીઓ મેળવવા બદલ ચર્ચામાં રહ્યા હતા. આ આઇપીઓમાં અંદાજે 90 લાખ અરજીઓ નોંધાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રોકાણકારોનો વિશ્વાસ અને સંપત્તિ સર્જનનું વિઝન

જિયો પ્લેટફોર્મ્સને મળેલો પ્રતિસાદ ધીરુભાઈ અંબાણીના વારસા અને મુકેશ અંબાણીના સંપત્તિ સર્જનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના વિઝન સાથે જોડવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ ભારતીયોને રોકાણની તક મળે અને તેઓ દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બને, તે વિચારને આ સીમાચિહ્ન આગળ ધપાવતું હોવાનું કંપનીના સંદેશમાં જણાવાયું છે.

બીડિંગ ચાલુ હોવાથી અરજીઓ વધવાની શક્યતા

આઇપીઓ માટે બીડિંગ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ અરજીઓનો આંકડો એક કરોડને પાર થઈ ગયો હતો. તેથી અંતિમ સમય સુધીમાં કુલ અરજીઓની સંખ્યા વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, અંતિમ અરજી સંખ્યા, સબ્સ્ક્રિપ્શનના આંકડા અને શેર ફાળવણી અંગેના સત્તાવાર પરિણામો અલગથી ચકાસવા જરૂરી છે.

જિયો પ્લેટફોર્મ્સના આઇપો (Jio IPO)ને મળેલો આ પ્રતિસાદ ભારતીય રોકાણ બજાર (Indian Stock Market)માટે નોંધપાત્ર ઘટના બની શકે છે. ખાસ કરીને મોટા આઇપીઓમાં સામાન્ય રોકાણકારોની વધતી ભાગીદારી અને બજાર પ્રત્યેના રસને સમજવા માટે આ આંકડા મહત્ત્વના બની રહેશે.


આ પણ વાંચો: Jio IPOને સંસ્થાકીય રોકાણકારોનો ટેકો: 28 મિનિટમાં QIB કેટેગરી ફુલ

આ પણ વાંચો: શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1000 અંક ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહા

આ પણ વાંચો: શેરબજાર ખુલતાની સાથે જ મોટો કડાકો, સેન્સેક્સ 540 પોઈન્ટ તૂટ્યો; Hindalco અને Tata Steel સહિત આ શેરોમાં ભારે વેચવાલી