Vadodara News: શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આગ લાગવાની બે ઘટનાઓ સામે આવી (Vadodara Fire News) છે. અકોટા વિસ્તારમાં સૃષ્ટિ ફ્લેટ્સના એક ફ્લેટમાં આગ લાગતાં ફાયર બ્રિગેડે ઉપરના માળેથી ત્રણ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. જ્યારે ગોત્રી વિસ્તારમાં સાડીની દુકાનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને સ્થળે ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Vadodara Fire News: અકોટાના ફ્લેટમાં ACમાં શોર્ટ સર્કિટથી આગની આશંકા
અકોટા વિસ્તાર (Akota Fire)માં આવેલા સૃષ્ટિ ફ્લેટ્સમાં ગઈકાલે રાત્રે એક ફ્લેટમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ACમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે. ફ્લેટમાં હાજર બે વ્યક્તિઓ બહાર નીકળી ગઈ હતી. આગના કારણે ઉપરના માળે પણ ધુમાડો ફેલાતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઉપરના માળેથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ (Fire Rescue Vadodara) કર્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગોત્રીમાં સાડીની દુકાનમાં આગ, લોકોમાં નાસભાગ
આજે સવારે ગોત્રી વિસ્તારમાં સાડીની દુકાનમાં આગ (Gotri Shop Fire) લાગવાની બીજી ઘટના બની હતી. દુકાનમાંથી ધુમાડો નીકળતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોમાં નાસભાગ મચી હતી.
ઘટનાની જાણ થતાં છાણી ટીપી-13 ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને બનાવમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વધુ વિગતો સામે આવવાની બાકી છે.
આ પણ વાંચો: સુરતના મોટા વરાછામાં ઈ-વ્હિકલમાં બ્લાસ્ટ બાદ આગ, 4 કાર અને 3 બાઈક બળીને ખાખ
આ પણ વાંચો: સુરતમાં આગનો કહેર! 6 ઝૂંપડાં બળીને ખાખ, રૂ.1.45 લાખની રોકડ પણ સ્વાહા
આ પણ વાંચો: આલ્બર્ટા લશ્કરી મથકમાં ભીષણ આગથી મહાસંકટ; અનેક સૈનિકો અને નાગરિકોના મોત, તપાસ શરૂ
