Gujarat News/ ગુજરાતમાં ઓક્ટોબરમાં ઉનાળા જેવી ગરમી! રાજકોટમાં પારો 40 ડિગ્રીને પાર

October Heat in Gujarat: ગુજરાતમાં ઓક્ટોબરના અંતમાં પણ ગરમી યથાવત છે. 23 ઓક્ટોબરે રાજકોટમાં 40.3°C તાપમાન નોંધાયું. હવામાન વિભાગે આગામી 4થી 5 દિવસ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થવાની અને ત્યાર બાદ 2થી 3 ડિગ્રી ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે.

Top Stories Gujarat Breaking News
October Heat in Gujarat: રાજકોટમાં પારો 40.3°C, રાહત ક્યારે મળશે?

Gujarat News: ગુજરાતમાં ઓક્ટોબરના અંતમાં પણ ગરમીનો પ્રકોપ (October Heat in Gujarat) યથાવત છે. 23 ઓક્ટોબરે રાજકોટમાં 40.3 ડિગ્રી (Rajkot Temperature) સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4થી 5 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા શુષ્ક પવનોને કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

October Heat in Gujarat: આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેવાની શક્યતા

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. હાલમાં ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ડીપ્રેશનમાં પરિવર્તિત થઈ આગળ વધી રહ્યું છે. જોકે, આ બંને હવામાન પ્રણાલીઓની ગુજરાત પર હાલ કોઈ સીધી અસર જોવા મળી રહી નથી.

રાજકોટમાં 40.3 ડિગ્રી, અમરેલીમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન

રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું (Gujarat Heatwave) નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી 4 ડિગ્રી વધારે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે.

23 ઓક્ટોબરે રાજકોટમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ, અમરેલીમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી 4થી 5 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

અમદાવાદમાં પણ ગરમી યથાવત રહેશે

અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સવારનું લઘુત્તમ તાપમાન આશરે 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી છે. આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

ઓક્ટોબરમાં દિવસ દરમિયાન ગરમી કેમ લાગે છે?

હાલમાં દિવસ દરમિયાન ગરમી અને સવારે તથા રાત્રે પ્રમાણમાં ઠંડક અનુભવાતાં લોકો ‘ડબલ સીઝન’નો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર મહિનો ચોમાસાથી ચોમાસા પછીની ઋતુ તરફના પરિવર્તનનો સમયગાળો છે. ચોમાસાની સક્રિયતા પૂર્ણ થયા બાદ ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવતા શુષ્ક અને ગરમ પવનોને કારણે દિવસના તાપમાનમાં વધારો અનુભવાય છે.

હાલની સ્થિતિમાં આગામી થોડા દિવસ ગરમીથી ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે. જોકે, 4થી 5 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. તેથી રાજ્યના લોકોને આગામી દિવસોમાં પણ દિવસ દરમિયાન ગરમીનો સામનો કરવો પડી શકે છે.


આ પણ વાંચો: દેશનાં અનેક રાજ્યોમાં હવામાન બદલાયું, 24 ઓક્ટોબર સુધી દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી

આ પણ વાંચો: 2 ઓક્ટોબરનું હવામાન: 22 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 65 કિમીની ઝડપે પવન

આ પણ વાંચો: હિમનદીઓ પીગળવાથી ભારતમાં વર્ષાઋતુ થઈ જશે અદ્રશ્ય, હવામાનશાસ્ત્રીની લાલબતી