Amreli News: અમરેલીમાં સિંચાઈ વિભાગના બે કર્મચારી લાંચ લેતા ઝડપાયાની ઘટના સામે આવી છે. ACBએ રૂ. 51 હજારની લાંચ લેતા બંને કર્મચારીઓને રંગેહાથ ઝડપી લીધા છે.
Amreliમાં બે કર્મચારી લાંચ લેતા ઝડપાયા
બાકી બિલ અને મટિરિયલ ટેસ્ટિંગના કામ માટે લાંચ માગવામાં આવી હોવાનું જણાવાયું છે. ઇરિગેશન કચેરીના જુનિયર ક્લાર્ક રાકેશ ભટ્ટ દ્વારા લાંચની માગણી કરવામાં આવી હોવાનો આરોપ છે. લાંચની રકમ પટ્ટાવાળા જયદીપ હરિયાણીએ સ્વીકારી હતી. આમ બંને કર્મચારીઓ ACBના છટકામાં સપડાયા હતા.
બહુમાળી ભવનમાં ACBની ટ્રેપ
બહુમાળી ભવનના ત્રીજા માળે આવેલી કચેરીમાં ACBની ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન લાંચની રકમ સ્વીકારતા બંને ઝડપાયા હતા. PI ડી.બી. ડાભી અને તેમની ટીમે બંને આરોપીઓને પકડી લીધા છે. ACB દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી (legal action against accused) હાથ ધરાઈ હોવાનું જણાવાયું છે.
સરકારી કચેરીમાં લાંચ માગવાની ઘટના (bribe demand in government office) અંગે ACBએ કાર્યવાહી કરી છે. ઇરિગેશન કચેરીના કર્મચારીઓ સામે લાંચનો કેસ (bribery case) નોંધાયો છે.
આ પણ વાંચો: વડોદરામાં લાંચ કેસમાં VMCના સુપરવાઈઝર અને સિપાઈને 3 વર્ષની સજા
આ પણ વાંચો: વડોદરામાં લેબર લાયસન્સ માટે રૂ.70 હજારની લાંચ, બે શ્રમ અધિકારીઓ ACBના છટકામાં ઝડપાયા
આ પણ વાંચો: ‘પોલીસને લાંચ આપવા ભીખ આપો’, પોસ્ટર લઈને રસ્તા પર ઉતરી માતા-દીકરો
