Una news/ ઉના-વેરાવળ રોડ પર ટ્રકની ટક્કરે 18 વર્ષની યુવતીનું મોત, માતા બેભાન

Una Veraval Road Accident: ઉના-વેરાવળ રોડ પર ટ્રકની ટક્કરથી 18 વર્ષીય યુવતીનું મોત થયું. અકસ્માત બાદ ભાગેલા ટ્રકચાલકને લોકોએ 10 કિમી પીછો કરીને પકડ્યો.

Top Stories Gujarat
Una Veraval Road Accident: ટ્રકની ટક્કરે યુવતીનું મોત

Gujarat Road Accident: ગીર સોમનાથના ઉના-વેરાવળ રોડ પર કેસરિયા અને નાથળ ગામની વચ્ચે આવેલા ખાણિયાધાર વિસ્તારમાં ટ્રક સાથે અકસ્માત સર્જાતાં 18 વર્ષીય પ્રતિજ્ઞાબેન વાળાએ જીવ ગુમાવ્યો (Una Veraval Road Accident). યુવતી તેના ભાઈ અને માતા સાથે બાઈક પર મુસાફરી કરી રહી હતી. આ દુર્ઘટનામાં મૃતકની માતા અને ભાઈ પણ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ સ્થાનિક લોકોએ આશરે 10 કિલોમીટર સુધી પીછો કરીને તેને પકડી પોલીસને સોંપ્યો હતો.

Una Veraval Road Accident: બાઈક ઓટોરિક્ષા સાથે અથડાતાં અકસ્માત

પ્રાથમિક વિગતો મુજબ, કાજરડી ગામના પ્રીતમ વાળા પોતાની માતા પાંચીબેન અને બહેન પ્રતિજ્ઞાબેન સાથે બાઈક પર ઉના જવા નીકળ્યા હતા. તે દરમિયાન પાછળથી આવતા ટ્રકે તેમની બાઈકને ટક્કર મારી (Truck Bike Accident) હતી. ટ્રકની ટક્કર બાદ બાઈક આગળ જતી ઓટોરિક્ષા સાથે અથડાયું હતું. અકસમાતને પગલે બાઈક પર સવાર ત્રણેય લોકો રસ્તા પર પડી ગયા હતા, જેના કારણે તેમને ઈજાઓ થઈ હતી.

Una Veraval Road Accident: ટ્રકની ટક્કરે યુવતીનું મોત
Una Veraval Road Accident: ટ્રકની ટક્કરે યુવતીનું મોત

યુવતીનું ઘટનાસ્થળે મોત, માતા બેભાન

અકસ્મતમાં પ્રતિજ્ઞાબેન (Pratigyaben Vala)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પુત્રીના મોતથી માતા પાંચીબેન આઘાતમાં બેભાન થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત માતા અને પુત્રને સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં, જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

Una Veraval Road Accident: ટ્રકની ટક્કરે યુવતીનું મોત
Una Veraval Road Accident: ટ્રકની ટક્કરે યુવતીનું મોત

ટ્રકચાલકને 10 કિલોમીટર પીછો કરીને પકડ્યો

અકસમાત બાદ ટ્રકચાલક વાહન સાથે ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકોએ ટ્રકના ચાલકને પકડવા માટે તેની પાછળ દોટ મૂકી હતી. આશરે 10 કિલોમીટર સુધી પીછો કર્યા બાદ તેને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો (Gujarat Crime News). ઘટનાની જાણ થતાં કાજરડી ગામના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માતની જાણ થતાં ઉના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી.

સગાના ઘરે જવા નીકળેલા પરિવાર સાથે રસ્તામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ

મળતી વિગતો અનુસાર, ઉનામાં રહેતા એક સગાના ઘરે પુત્રના જન્મની ખુશીમાં અભિનંદન આપવા માટે પ્રીતમ વાળા પોતાની માતા સાથે જઈ રહ્યા હતા. પ્રતિજ્ઞાબેન પણ નવા વસ્ત્રોની ખરીદી કરવા તેમની સાથે બાઈક પર રવાના થયાં હતાં. જોકે, રસ્તામાં સર્જાયેલા અકસ્માતે પરિવારની ખુશી માતમમાં ફેરવી દીધી હતી. આ દુઃખદ બનાવને કારણે કાજરડી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


આ પણ વાંચો: અમરેલીના લુણસાપુર નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત, 22 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો

આ પણ વાંચો: મોરબી અકસ્માત: ડમ્પરની ટક્કરે કારનો કચ્ચરઘાણ, 2 શ્રમિકોનાં મોત

આ પણ વાંચો: રાધનપુર-મહેસાણા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત, ચાલક ફરાર