Surat News/ એમ પરિવહનની નકલી લિંક મોકલી ખાતામાંથી રૂપિયા સેરવનાર આરોપી રાંદેરથી પકડાયો

સુરતમાં ફેક લિંક(fake link)થી છેતરપિંડી કરનાર ઝડપાયો

Surat Gujarat Breaking News
fake link

Surat News: ફેક લિંક (fake link)થી છેતરપિંડી કરવાના કેસમાં સુરતના રાંદેર વિસ્તારમાંથી એક આરોપી ઝડપાયો છે. અમરોલી પોલીસએ તેને પકડી પાડ્યો છે. પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફેક લિંક(fake link)થી છેતરપિંડી કેવી રીતે થઈ?

આરોપીએ એમ પરિવહન (M Parivahan)ના નામે નકલી લિંક મોકલી હતી. આ લિંક દ્વારા ફોન હેક કરવામાં આવ્યો હતો. ફોન હેક થયા બાદ બેંક ઓફ બરોડા (Bank of Baroda)ના ખાતામાંથી રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા.

તપાસમાં સામે આવ્યું કે સાયબર ફ્રોડ (cyber fraud)ની રકમ આરોપીના ખાતામાં જમા થઈ હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોર્ટલ (cyber crime portal) પર અગાઉ 13 અરજીઓ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: ડેટિંગ એપ પર મિત્રતા કરી સુરતી યુવક સાથે રૂ.5.88 લાખની છેતરપિંડી, વારાણસીથી જિમ ટ્રેનરની ધરપકડ

આ પણ વાંચો: ઓનલાઇન ઓર્ડરમાં ગ્રાહકો સાથે છેતરપિંડી! એમેઝોન પાર્સલ કૌભાંડમાં 3ની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટમાં નકલી દવાની વેબસાઇટથી છેતરપિંડીનો આરોપ, 10 ઝડપાયા અને 5 ફરાર