Food Recipe: કોલકાતાની આલુ કાબલી ચાટ (Aloo Kabli Chaat)નો સ્વાદ અલગ જ હોય છે! એકદમ ચટપટો અને ખાટો સ્વાદ તમને આ ચાટના દીવાના બનાવી દેશે.
ભારતમાં ચાટ લવર્સની સંખ્યા લાખોમાં નહિં પરંતુ કરોડોમાં છે! અહિં એક જ શહેરની અલગ-અલગ ગલીઓમાં તમને અનેક પ્રકારની ચાટ ખાવા મળી જશે! જમ્મુથી માંડીને કેરળ અને ગુજરાતથી માંડીને નોર્થ ઈસ્ટ સુધીના દરેક રાજ્યમાં કોઈ ને કોઈ ચાટ (Chaat) ફેમસ છે. અહિં લગ્ન અને મોટા ફંકશનોમાં પણ ચાટ સર્વ કરવામાં આવે છે. પત્તા ચાટ, આલુ ચાટ, આલુ ટિક્કી, ભલ્લા પાપડી, દહીં ભલ્લા અને આવી અવનવી કેટલીયે ચાટ સર્વ કરવામાં આવે છે.
આજે અહિં તમને પશ્ચિમ બંગાળની એક ફેમસ ચાટની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ જેને આલુ કાબલી ચાટ કહે છે. આમ તો તમને સમગ્ર બંગાળમાં આલુ કાબલી ખાવા મળી જશે પરંતુ કોલકાતા (Kolkata)ની આલુ કાબલી ચાટનો સ્વાદ અલગ જ હોય છે! એકદમ ચટપટો અને ખાટો સ્વાદ તમને આ ચાટના દીવાના બનાવી દેશે. તો ચાલો જાણીએ કે આલુ કાબલી ચાટ શી રીતે બનાવવી?
શી રીતે બનાવશોઆલુ કાબલી ચાટ? (Aloo Kabli Chaat Recipe)
આલુ કાબલી ચાટ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
3 બાફેલા મધ્યમ સાઈઝના બટાટા
1/4 કપ બાફેલા પીળા સૂકા વટાણા
1/4 કપ સ્પ્રાઉટેડ કાળા ચણા
1 ઝીણી સમારેલી ડુંગળી
4 ઝીણા સમારેલા મરચાં
1 મુઠ્ઠી ઝીણી સમારેલી કોથમીર
4 ચમચી આમલીનો પલ્પ
1/2 લીંબુનો રસ
1/2 ચમચી સિંધાલૂણ
1/2 ચમચી સંચળ
1 ચમચી ભાજા મસાલા

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ ભાજા મસાલો બનાવી લો. તમે તૈયાર ભાજા મસાલો (Bhaja Masala) પણ યુઝ કરી શકો છો. આ માટે તમારે શેકેલો જીરા પાવડર, સૂકું લાલ મરચું, લીલી ઈલાયચી આ તમામનો પાવડર બનાવીને પીસી લેવો. તમારો ભાજા મસાલા તૈયાર છે.
2. ચાટ બનાવવા માટે એક મોટા બાઉલમાં બાફેલા બટાટા (Boiled Potatoes)ના ટુકડા કરી લેવા. એમાં બાફેલા પીળા વટાણા ઉમેરવા. એમાં સ્પ્રાઉટેડ ચણા ઉમેરવા.
3. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને લીલા મરચાં ઉમેરો. હવે એમાં મીઠું અને મસાલા મિક્સ કરી દેવા.
4. આ મિશ્રણને આમલીનો પલ્પ (Tamarind Pulp) અને લીંબુ ઉમેરીને સારી રીતે હલાવી લેવું. હાથથી સારી રીતે મિક્સ કરવું. હાથેથી મિક્સ કરવાથી તમામ વસ્તુઓ સારી રીતે મિક્સ થાય છે અને ચાટનો સ્વાદ પણ વધી જાય છે.
તો તૈયાર છે તમારી આલુ કાબલી ચાટ…જેને કાગળના પાના પર ઉપર થોડી સેવ ઉમેરીને સર્વ કરો. એનો ચટપટો સ્વાદ તમને ઘણો જ પસંદ પડશે. તમે આ ચાટને મહેમાનોને બનાવીને ખવડાવી શકો છો.
આ પણ વાંચો: સવારે નાસ્તામાં બનાવો પ્રોટીનથી ભરપૂર મગફળી ચાટ…ચટપટી અને વળી હૅલ્ધી પણ..!
આ પણ વાંચો: દિલ્હી સ્પેશ્યલ ચટપટી વ્રત આલુ ચાટ બનાવો…ઉપવાસ ન કરેલો હોય એ પણ ડિમાન્ડ કરશે!
આ પણ વાંચો: સ્વાદ પણ અને સ્વાસ્થ્ય પણ…ફ્રુટ લવર્સને પસંદ આવશે આ જામફળની ચાટ રેસિપી…!
