tamilnadu news/ તમિલનાડુમાં સરકારી નોકરી માટે મોટી રાહત: વય મર્યાદામાં 5 વર્ષની છૂટ

સરકારી નોકરી ( Government Jobs)મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તરફથી વય મર્યાદામાં રાહત (Age Limit Relaxation)આપવાની માંગ કરવામાં આવી રહી હતી

India Top Stories
તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે Government Jobs માટે તૈયારી કરતા યુવાનોને મોટી રાહત આપી છે

Tamilnadu News : તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયે Government Jobs માટે તૈયારી કરતા યુવાનોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે સરકારી ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ (Age Limit Relaxation)આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારોને ફરી એકવાર તક મળી શકશે. ખાસ વાત એ છે કે આ નિર્ણય આગામી પાંચ વર્ષ સુધી અમલમાં રહેશે.

સરકારે શા માટે લીધો આ નિર્ણય?

તમિલનાડુ સરકારે શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. સરકારી નોકરી ( Government Jobs)મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો તરફથી વય મર્યાદામાં રાહત (Age Limit Relaxation)આપવાની માંગ કરવામાં આવી રહી હતી. ઉમેદવારોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી જોસેફ વિજયે આ નિર્ણયને મંજૂરી આપી છે.

સરકારના જણાવ્યા અનુસાર, આ નવી છૂટછાટ અગાઉથી અમલમાં રહેલી વય મર્યાદાની અન્ય છૂટછાટો ઉપરાંત લાગુ પડશે. એટલે કે, જે ઉમેદવારોને અગાઉથી અનામત અથવા અન્ય કેટેગરી હેઠળ વયમાં રાહત મળતી હતી, તેમને પણ નવા નિયમનો લાભ મળશે.

ગ્રુપ-1ની ભરતીમાં વય મર્યાદા કેટલી થઈ?

નવા નિર્ણયની સૌથી મોટી અસર ગ્રુપ-1ની (Group 1 Jobs)સરકારી ભરતીમાં જોવા મળશે. અત્યાર સુધી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ હતી, જે હવે વધારીને 37 વર્ષ કરવામાં આવશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા 37 વર્ષથી વધારીને 42 વર્ષ થશે.

દિવ્યાંગ ઉમેદવારોને પણ આ નિર્ણયનો લાભ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે વય મર્યાદા 42 વર્ષથી વધારીને 47 વર્ષ કરવામાં આવશે. જ્યારે અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે આ મર્યાદા 47 વર્ષથી વધીને 52 વર્ષ થશે.

ગ્રુપ-2 અને 2Aની ભરતીમાં પણ રાહત

ગ્રુપ-2 અને ગ્રુપ-2Aની (Group 2 Jobs) સરકારી ભરતીમાં પણ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવી છે. હાલ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે, જે હવે વધારીને 35 વર્ષ થશે.

સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે હાલની 40 વર્ષની વય મર્યાદા વધારીને 45 વર્ષ કરવામાં આવશે. બીજી તરફ, આ બંને ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે અગાઉથી મહત્તમ વય મર્યાદાની જોગવાઈ નહોતી.

સરકારના આ નિર્ણયથી સરકારી નોકરી (Government Jobs)મેળવવાની આશા રાખતા એવા ઉમેદવારોને પણ તક મળશે, જેઓ અગાઉ વય મર્યાદા પૂર્ણ થવાને કારણે ભરતી પ્રક્રિયામાં (Government Recruitment)ભાગ લઈ શકતા નહોતા. આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેનારી આ વ્યવસ્થાથી રાજ્યના યુવાનોને સરકારી નોકરી મેળવવા માટે વધારાનો સમય મળશે.


આ પણ વાંચો: રાજ્યના યુવા વર્ગો માટે મહત્વનો નિર્ણય,સરકારી નોકરીઓમાં ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છુટછાટ

આ પણ વાંચો: ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક : દેશભરમાં 25 હજારથી વધુ GDS ભરતી, ગુજરાતમાં 499 જગ્યા

આ પણ વાંચો: ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી શરૂ થઈ છે ભરતી