Gandhinagar News: ગુજરાત સરકારમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનાવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટની 70 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે આજે 18 સપ્ટેમ્બર 2024, બપોરે એક વાગ્યાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ થશે. જે 3 ઓક્ટોબર 2024 રાતના 12 વાગ્યા સુધી ચાલશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 70 |
| નોકરીનો પ્રકાર | સરકારી |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 18 સપ્ટેમ્બર 2024 (બપોરે 1.00 વાગ્યાથી) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 3 ઓક્ટોબર 2024 (રાતના 23.59 વાગ્યા સુધી) |
| ક્યાં અરજી કરવી | https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
| પોસ્ટ | વર્ગ | જગ્યા |
| મદદનીશ ઇજનેર (યાંત્રિક) | વર્ગ-1 | 34 |
| નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)(GMRDC) | વર્ગ-2 | 6 |
| અધિક સીટી ઇજનેર(સિવિલ)(GMC) | વર્ગ-1 | 1 |
| મદદનીશ ઇજનેર (યાંત્રિક) | (GMC) વર્ગ-2 | 6 |
| પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ | વર્ગ-1 | 4 |
| કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | વર્ગ-1 | 4 |
| ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | વર્ગ-1 | 6 |
| ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક્સ | વર્ગ-1 | 5 |
| પેરીયોડોન્ટોલોજી | વર્ગ-1 | 2 |
| ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી | વર્ગ-1 | 1 |
| પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | વર્ગ-1 | 1 |
અરજી કરવા અંગે મહત્વની તારીખો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 70 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 18 સપ્ટેમ્બર 2024 બપોરે 13.00 વાગ્યાથી 3 ઓક્ટોબર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
જાહેરનામું
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ. ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.
આ પણ વાંચો: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો: સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે
આ પણ વાંચો: શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ
