Surat News/ સુરતમાં દવાના નામે નશાનો કારોબાર? ગણેશ ફાર્મસીમાંથી 560 કેપ્સ્યુલ જપ્ત

Surat Drug Raid: સુરતના ઇચ્છાપોરમાં ગણેશ ફાર્મસી પર પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં ટ્રામાડોલ ધરાવતી ટ્રોસ્પાસ પ્લસની 560 કેપ્સ્યુલ જપ્ત કરાઈ. વધુ તપાસ શરૂ.

Gujarat Top Stories Surat Breaking News
Surat Drug Raid: પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી ટ્રામાડોલ કેપ્સ્યુલ ઝડપાઈ, 560 નંગ જપ્ત

Surat News: સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી ટ્રામાડોલ ધરાવતી કેપ્સ્યુલનો જથ્થો ઝડપાયો (Surat Drug Raid) છે. મોરા ગામના મોટા વાડા વિસ્તારમાં ભટલાઈ રોડ પર આવેલી ગણેશ ફાર્મસીમાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂ.4,500ની કિંમતની ટ્રોસ્પાસ પ્લસની કુલ 560 કેપ્સ્યુલ મળી આવતાં તેને જપ્ત કરવામાં (Tramadol Capsules Seized) આવી હતી. આ દવાઓનો નશા માટે દુરુપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Surat Drug Raid: બાતમીના આધારે મેડિકલ સ્ટોરમાં દરોડો

ઇચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે મોરા ગામની ગણેશ ફાર્મસીમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે ઉપયોગમાં લેવાતી કેપ્સ્યુલનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર ઝીલબેન ગામીત અને પિનલબેન વાવૈયાને સાથે રાખીને મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. સ્થળ પર તપાસ કરતાં ટ્રોસ્પાસ પ્લસની 560 કેપ્સ્યુલ મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ.4,500 હોવાનું જણાવાયું છે.

ટ્રામાડોલ ધરાવતી દવાનો નશા માટે દુરુપયોગની આશંકા

ટ્રોસ્પાસ પ્લસ કેપ્સ્યુલમાં ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ, ડાયસાયક્લોમાઇન હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન જેવા ઘટકો હોય છે. ટ્રામાડોલ એક ઓપિયોઇડ પ્રકારની પીડાનાશક દવા છે, જેનો ઉપયોગ તબીબી સલાહ અને દેખરેખ હેઠળ કરવામાં આવે છે. આવી દવાઓનો તબીબી સૂચના વિના ઉપયોગ જોખમી બની શકે છે. સુરતમાં યુવાનો દ્વારા આ પ્રકારની દવાઓનો નશા માટે દુરુપયોગ (Tramadol Misuse) થતો હોવાની આશંકા વચ્ચે પોલીસ અને ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે.

લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી થઈ શકે

દરોડામાં મળેલા દવાના જથ્થા અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ તપાસ (FDA Raid Surat) શરૂ કરી છે. દવાઓ ક્યાંથી ખરીદવામાં આવી હતી અને કોને વેચવામાં આવતી હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસમાં નિયમોનો ભંગ થયેલો હોવાનું સાબિત થશે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સ્ટોરનું લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું વેચાણ: જાણો કેટલા મેડિકલ સ્ટોરે દવા આપવા તૈયારી દર્શાવી

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો કડક નિયમ: હવે પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સમાંથી દવાઓ ખરીદી શકાશે નહી

આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ઈન્જેક્શન વેચવાનું કૌભાંડ પકડાયું, લાયસન્સ રદ