Ahmedabad News/ અમદાવાદના નરોડામાં લાકડીઓ-ધોકા વડે યુવકની હત્યા! જતીન સોલંકીનું મોત, 2 આરોપીઓની ઓળખ

Naroda Murder Case: અમદાવાદના નરોડામાં જતીન સોલંકી નામના યુવકની લાકડીઓ અને ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી. પોલીસે બે આરોપીઓની ઓળખ કરી શોધખોળ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Naroda Murder Case: નરોડામાં યુવકની હત્યા બે આરોપીઓની ઓળખ થતાં શોધખોળ શરૂ

Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર (Naroda Murder Case) મચી ગઈ છે. આંબેડકરનગર પાસે કર્મવીર હાઉસિંગ દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહાર જતીન સોલંકી નામના યુવક પર 3થી 4 શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

Naroda Murder Case: ફૂટપાથ પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો યુવક

મળતી માહિતી મુજબ, વહેલી સવારે સ્થાનિકોએ યુવકને ફૂટપાથ પર લોહીલુહાણ હાલતમાં જોયો હતો. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ (Naroda Police)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતકની ઓળખ જતીન સોલંકી તરીકે થઈ (Jatin Solanki Murder) છે. તે નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો.

અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા

પ્રાથમિક માહિતી અનુસાર, નરોડામાં રહેતા 3થી 4 શખ્સોએ અદાવતના કારણે યુવક પર હુમલો કર્યો હોવાની આશંકા છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

બે આરોપીઓની ઓળખ, શોધખોળ શરૂ

પોલીસે ઘટનાની તપાસ દરમિયાન બે આરોપીઓની ઓળખ કરી લીધી હોવાનું જાણવા મળ્યું (Ahmedabad Murder News) છે. હાલ બંનેને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અન્ય સંડોવાયેલા શખ્સોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. હત્યા પાછળનું કારણ અને ઘટનાક્રમ અંગે વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો: સાણંદમાં પિતાએ 10 વર્ષના દીકરાની હત્યા કરી હોવાનો આરોપ, માતાજીની દેરી પાસેની ઘટના

આ પણ વાંચો: ગૌહત્યા કેસમાં 3ને આજીવન કેદ, કોર્ટે મનુસ્મૃતિ-વેદોનો ઉલ્લેખ કર્યો; ભારતમાં શું છે કાયદો?

આ પણ વાંચો: ગાઝિયાબાદમાં પતિની હત્યાનું કથિત કાવતરું: પત્ની અને જિમ ટ્રેનરની ધરપકડ, 3 વર્ષની દીકરી સામે હુમલો