Surat News/ સુરતમાં અમરોલીમાં ઘરકામ અને મોબાઈલ બાબતે પુત્રીએ જ પિતાની કરી હત્યા, આરોપી પુત્રી જ્યુડિશિયલ કસ્ટડીમાં

સુરત (Surat)ના અમરોલીમાં પિતા-પુત્રી વચ્ચેની બોલાચાલી બાદ બનેલી ઘટનાથી ચકચાર

Breaking News Gujarat Surat
surat

Surat News: સુરત (Surat)ના અમરોલી વિસ્તારમાં પુત્રીએ જ પિતાની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘરકામ અને મોબાઈલ બાબતે પિતા-પુત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટના 31 ઓક્ટોબરની રાત્રે બની હતી.

 બોલાચાલી બાદ હુમલો

અમરોલી (Amroli) વિસ્તારમાં ઘરકામ અને મોબાઈલ બાબતે થયેલી બોલાચાલીમાં પુત્રી ઉશ્કેરાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલી પુત્રીએ પિતા પર હુમલો કર્યો હતો. નોન-સ્ટીક પેન અને ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

પિતાનું હોસ્પિટલમાં મોત

ગંભીર ઈજાગ્રસ્ત પિતાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. રમેશસિંહ રાજપૂતની હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી છે. પિતાની હત્યા (Father Murder)ની આ ઘટનાથી લોકોમાં આઘાતની લાગણી છે.

પોલીસે કરી કાર્યવાહી

અમરોલી પોલીસ (Surat Police)એ આરોપી પુત્રી કાજલની અટકાયત કરી હતી. આરોપી પુત્રી હાલ જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody)માં છે.


આ પણ વાંચો: કચ્છના ભુજની હોસ્પિટલમાંથી નવજાત શિશુ ગુમ થયાનો આક્ષેપ, મહિલાના મોત બાદ બાળકનો જન્મનો દાવો

આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં લાકડીઓ-ધોકા વડે યુવકની હત્યા! જતીન સોલંકીનું મોત, 2 આરોપીઓની ઓળખ

આ પણ વાંચો: સુરતના નવીપારડીમાં કરુણ દુર્ઘટના! ઘરના આંગણે રમતા 1 વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળ્યો, મોત