Ahmedabad News/ દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સની ઉઘાડી લૂંટ: રૂ. 500ની ટિકિટના 1200થી 1500 સુધી વધારાયા

દિવાળી (diwali)પહેલાં ખાનગી ટ્રાવેલ્સનાં ભાડાં ત્રણ ગણાં થઈ ગયાં છે. સુરત-અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા પરિવારો પરેશાન છે.

Gujarat Ahmedabad Breaking News
diwali

Ahmedabad News: દિવાળી(Diwali) તહેવાર નજીક આવતાં જ સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોના ખિસ્સા પર ભારે બોજ આવ્યો છે. વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવા જતા લોકો પાસેથી ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણું ભાડું વસૂલી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે.

અમદાવાદથી રાજકોટનું ભાડું 1200ને પાર

સામાન્ય દિવસોમાં અમદાવાદથી રાજકોટ જતી સ્લીપર બસનું ભાડું 400થી 500 રૂપિયા હોય છે. દિવાળી નજીક આવતાં તે વધીને 1000થી 1500 રૂપિયા સુધી પહોંચી ગયું છે. સંચાલકો જણાવે છે કે બુકિંગ વધશે તેમ ભાડું 2000 રૂપિયા કે તેથી વધુ થઈ શકે છે. ભાડું આટલું વધ્યા છતાં મોટાભાગની બસો ફુલ છે, કારણ કે વતન જવા માટે લોકો વધુ રકમ ચૂકવવા મજબૂર છે.

અમદાવાદમાં નોકરી, ધંધા અને અભ્યાસ અર્થે આવેલા લાખો લોકો રહે છે. બીજા તહેવારો તેઓ શહેરમાં ઊજવે છે, પણ દિવાળી પરિવાર સાથે વતનમાં ઊજવવાનો રિવાજ છે. આ ધસારાનો લાભ લઈને ભાડાં વધારી દેવાયાં હોવાનું મુસાફરોનું કહેવું છે.

Diwali ટાણે  ટ્રેન અને એસટી કરતાં ઘણું મોંઘું

ખાનગી બસનું ભાડું સરકારી વિકલ્પો કરતાં ઘણું વધારે છે. અમદાવાદથી રાજકોટનાં ભાડાંની સરખામણી આ મુજબ છે:

ખાનગી ટ્રાવેલ્સ: 1000થી 1200 રૂપિયા કે તેથી વધુ
વંદે ભારત ચેર કાર: 810 રૂપિયા
વંદે ભારત એક્ઝિક્યુટિવ ચેર કાર: 1505 રૂપિયા
એસટી વોલ્વો બસ: 562 રૂપિયા
એસટી સ્લીપર બસ: 332 રૂપિયા

સુરતથી સૌરાષ્ટ્ર: સિંગલ સીટના 1500, ડબલ સોફાના 3000

સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોની મુશ્કેલી વધુ મોટી છે. અહીંથી સૌરાષ્ટ્રના કોઈપણ જિલ્લામાં જવા માટે 1500 રૂપિયા ભાડું નક્કી કરી દેવાયું છે. ડબલ સોફા માટે 3000 રૂપિયા કે તેથી વધુ ચૂકવવા પડે છે. રત્નકલાકારો અને સામાન્ય વર્ગના પરિવારોનું બજેટ તેના કારણે ખોરવાઈ ગયું છે. ચાર સભ્યોનો પરિવાર વતન જઈને પાછો આવે તો માત્ર ભાડા પાછળ જ 10થી 12 હજાર રૂપિયાનો ખર્ચ થાય તેમ છે.

તપાસમાં સામે આવી હકીકત

સુરત અને અમદાવાદની કેટલીક ખાનગી ટ્રાવેલ્સ(Private Travels)ઓફિસોમાં ગ્રાહક બનીને પૂછપરછ કરતાં ભાડાવધારાની હકીકત સામે આવી. ત્યાંના સ્ટાફે સીટો ઓછી હોવાનું કારણ આપીને સામાન્ય કરતાં બમણાથી વધુ ભાડું જણાવ્યું. સંચાલકોએ આ વાત ખુલ્લેઆમ સ્વીકારી:

દિવાળીમાં સૌરાષ્ટ્ર(Saurashtra)ના તમામ રૂટ પર આવા જ ઊંચા ભાવ રહેશે.
4 અને 5 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થતાં જ સિંગલ સીટ કે સોફાનું ભાડું 1500 રૂપિયા થઈ જશે.
ભાડું લાભ પાંચમ પછી જ સામાન્ય થશે.
રિટર્ન મુસાફરીમાં પણ આ જ રીતે ઊંચું ભાડું વસૂલાય છે.
ક્યાંક તહેવારના દિવસો માટે 2800થી 3000 રૂપિયા સુધીનાં ભાડાં બોલાઈ રહ્યાં છે.

રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય

આ વસૂલાત સામે અગાઉ પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા(Former MLA Dhiru Gajera) અને ડાયમંડ વર્કર યુનિયને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગણી પણ કરી હતી. જોકે કોઈ નક્કર પગલાં ન લેવાતાં ટ્રાવેલ્સ સંચાલકો બેખોફ બનીને મનસ્વી ભાડું વસૂલી રહ્યા હોવાનો આક્ષેપ છે.

મુસાફરો માટે સૂચન

દિવાળી વેકેશન શરૂ થવાની તૈયારી છે, ત્યારે મુસાફરો ઊંચા ભાડાથી બચવા ટ્રેન અથવા એસટી બસના વિકલ્પ પણ ચકાસી શકે છે. તંત્ર ખાનગી બસોના ભાડા પર અંકુશ લાવશે કે નહીં, તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25 થયું, પ્રતિ કિલોમીટરે હવે ₹20 ચૂકવવા પડશે
આ પણ વાંચો:ગુજરાતના વાલીઓને ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો
આ પણ વાંચો:રેલવે મુસાફરો માટે મહત્વની સમાચાર: 26 ડિસેમ્બરથી લાંબા અંતરના ટ્રેન ભાડામાં વધારો