Gandhinagar News/ ડૉક્ટરની ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી! સંબંધ તૂટતાં ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી માર માર્યો

Nude Photo Threat: ગાંધીનગરના સરગાસણમાં સોશિયલ મીડિયા પર પરિચિત યુવકે ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી યુવતીને માર માર્યાનો આક્ષેપ છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat
Nude Photo Threat: ગાંધીનગરમાં યુવતીને ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી માર માર્યાની ફરિયાદ

Gandhinagar News: ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા સ્વાગત હોલીડે મોલ પાસે યુવતી સાથે મારામારી અને ધમકી (Nude Photo Threat) આપવાનો બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા યુવકે પોતે આયુર્વેદિક ડૉક્ટર હોવાની ઓળખ આપી યુવતી સાથે સંબંધ કેળવ્યો હોવાનો આક્ષેપ છે. સંબંધોમાં તિરાડ પડ્યા બાદ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી તેને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

Nude Photo Threat: સોશિયલ મીડિયા પર ઓળખાણ, પોતે ડૉક્ટર હોવાનો દાવો

ફરિયાદ મુજબ, અમદાવાદમાં રહેતી 35 વર્ષીય યુવતીનાં લગ્ન વર્ષ 2023માં થયાં હતાં. જોકે પતિ સાથે મનમેળ ન આવતાં તે છૂટાછેડા માટે અમદાવાદની કોર્ટમાં કેસ લડી રહી છે. આ દરમિયાન ઓક્ટોબર 2024માં સોશિયલ મીડિયા મારફતે મનન પાંડે નામના યુવક સાથે તેનો પરિચય થયો હતો. મનને પોતે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતો અને આયુર્વેદિક ડૉક્ટર હોવાનું જણાવ્યું હતું.

સમય જતાં બંને વચ્ચે નિકટતા વધી હતી અને બંનેની મરજીથી શારીરિક સંબંધ બંધાયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. શરૂઆતના છ મહિના સંબંધો સારા રહ્યા હતા. જોકે યુવતીએ એક દિવસ મળવાની ના પાડતાં મનને તેના ન્યૂડ ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.

ફોટા-વીડિયોના નામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ

યુવતીનો આક્ષેપ છે કે આરોપી છેલ્લા એક વર્ષથી ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને તેને માનસિક ત્રાસ આપતો હતો. આ ઉપરાંત પોતાની માગણી મુજબ ફરીથી ન્યૂડ ફોટા મોકલવા દબાણ કરતો હતો. આ મામલે અગાઉ અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીએ માફી માગી વીડિયો ડિલિટ કરવાની ખાતરી આપતાં સમાધાન થયું હતું. જોકે થોડા સમય બાદ તેણે ફરી હેરાનગતિ શરૂ કરી હતી.

મોલ પાસે મળવા બોલાવી ગલીમાં લઈ ગયો

ફરિયાદ પ્રમાણે, 23 ઓક્ટોબરે મનને ફોન કરીને છેલ્લીવાર રૂબરૂ મળી લેવાની વાત કરી હતી અને ત્યારબાદ ક્યારેય હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. આથી યુવતી પોતાની મિત્રો સાથે કિયા કારમાં સાંજે આશરે 5 વાગ્યે સરગાસણના સ્વાગત હોલીડે મોલ (Swagat Holiday Mall) પાસે પહોંચી હતી. મનન પણ હોન્ડા સિટી કાર લઈને ત્યાં આવ્યો હતો. વાતચીત કરવાના બહાને તે યુવતીને મોલ નજીકની એક ગલીમાં લઈ ગયો હતો.

મારામારી કરી કારની ચાવી ઝૂંટવી લીધી હોવાનો આક્ષેપ

ગલીમાં મનને સંબંધો કેમ તોડી નાખ્યા તેવો સવાલ કરી યુવતીને બળજબરીથી પકડી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ગાળો આપી મોઢા પર લાફા માર્યા અને રસ્તા પર પાડી પેટના ભાગે લાતો મારી ઇજા પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. આ દરમિયાન યુવતીની કારની ચાવી પણ ઝૂંટવી લેવામાં આવી હતી, જે હજુ સુધી પરત આપવામાં આવી નથી.

યુવતીની બૂમાબૂમ સાંભળીને તેની સાથે આવેલી મિત્રોએ વચ્ચે પડી તેને છોડાવી હતી. આ સમયે મનને પોલીસ ફરિયાદ કરવાની કે સંબંધ નહીં રાખવાની સ્થિતિમાં જાનથી મારી નાખવાની ધમકી (Gujarat Crime News) આપી હતી. સાથે જ પોલીસમાં પોતાની મોટી ઓળખાણ હોવાનું કહી ડરાવ્યાનો પણ આક્ષેપ છે.

ફરી ફોન કરી હેરાન કરતાં પોલીસ ફરિયાદ

આ ધમકીઓથી ડરીને યુવતીએ શરૂઆતમાં ફરિયાદ નોંધાવી નહોતી. જોકે 1 નવેમ્બરની રાત્રે મનને અજાણ્યા નંબર પરથી ફોન કરીને ફરી હેરાન કરતાં યુવતીએ સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી. આખરે યુવતીએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન (Infocity Police Station)માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: સ્કૂલોથી હાઇકોર્ટ સુધી બોમ્બની ધમકી, પાકિસ્તાન-બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું

આ પણ વાંચો: શાળા અને કોર્ટને બોમ્બની ધમકીના મેઇલ પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન સામે આવ્યું

આ પણ વાંચો: અમદાવાદની 4 સ્કૂલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી, 11 મહિનામાં 8મી વખત ઈમેલ