Ballia Mid Day Meal Scam: ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં વિદ્યાર્થીઓના ભોજન સાથે જોડાયેલી સરકારી યોજનામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. બાંસડીહ વિસ્તારમાં આવેલી એક ઈન્ટર કોલેજમાં બાળકોને મિડ-ડે મીલ આપ્યા વિના જ સરકારી રકમની ચૂકવણી કરાવી લેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં બે વર્ષ દરમિયાન અંદાજે 14 લાખ રૂપિયાથી વધુની રકમના ગોટાળાની વાત સામે આવી છે.
બાળકોને ભોજન નહીં, કાગળ પર બની હાજરી
મળતી માહિતી પ્રમાણે, તાજપુર મુડિયારી ઈન્ટર કોલેજમાં(Tajpur Mudiyari Inter College) વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન મિડ-ડે મીલ(Mid Day Meal) યોજનામાં અનિયમિતતા આચરવામાં આવી હોવાના આરોપ છે. બાળકોને વાસ્તવમાં ભોજન આપવામાં આવ્યું કે નહીં તેની જગ્યાએ દસ્તાવેજોમાં વિદ્યાર્થીઓ ભોજન લેતા હોવાનું દર્શાવવામાં આવતું હતું. રજિસ્ટરમાં વિદ્યાર્થીઓની હાજરી અને ભોજન સંબંધિત વિગતો દર્શાવીને સરકારી ફંડમાંથી રકમ મેળવવામાં આવી હોવાનો આરોપ છે. એટલે કે જે યોજના બાળકોના પોષણ માટે બનાવવામાં આવી હતી, તેમાં જ કાગળ પર આંકડા ઉભા કરીને નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હોવાની આશંકા છે.
DMની તપાસથી સામે આવ્યું સમગ્ર મામલો
આ મામલે ફરિયાદો અને શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ બલિયાના જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. તપાસને શરૂઆતમાં ગુપ્ત રાખવામાં આવી હતી, જેથી દસ્તાવેજો અને વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો તફાવત જાણી શકાય. ચકાસણી દરમિયાન ભોજન વિતરણ (Mid Day Meal) અને સરકારી ચુકવણી સંબંધિત રેકોર્ડમાં ગંભીર અસંગતતાઓ સામે આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલાનો વિગતવાર તપાસ અહેવાલ તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ(District Magistrate) સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
14 લાખની વસૂલાત માટે કાર્યવાહી
તપાસમાં નાણાકીય વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે સરકારી નાણાંની વસૂલાત માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી કથિત રીતે ખોટી રીતે મેળવવામાં આવેલી રકમ પરત લેવાની કાર્યવાહી સાથે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. આ ઘટનાએ સરકારી શાળાઓમાં (Government schools) બાળકો માટે ચાલતી યોજનાઓની(Mid Day Meal) દેખરેખ સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે તપાસ બાદ કયા લોકો સામે અંતિમ કાર્યવાહી થાય છે અને સરકારી રકમની કેટલી વસૂલાત થાય છે, તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: યુપીમાં ભોજન ખાધા બાદ 40 વિદ્યાર્થીઓની તબિયત લથડી, BJP નેતાએ દેવરિયાના DMને કરી ફરિયાદ
આ પણ વાંચો: હવે શાળાઓમાં મધ્યાહન ભોજનની સાથે નાસ્તો પણ ઉપલબ્ધ થશે, સરકાર દ્વારા મંજૂર
આ પણ વાંચો: યુપીના પશ્ચિમમાં અનેક જગ્યાએ મહાપંચાયતોની બેઠકોનો દોર, ક્ષત્રિય સમાજનો ભાજપ વિરુદ્ધ મોરચો
