Business News: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ગ-3ની ગ્રુપ-A અને ગ્રુપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (CCE) અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1,237 જગ્યાઓ ભરાશે.
GSSSB: ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 994 જગ્યાઓ
કુલ 1,237 જગ્યાઓમાં ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 994 જગ્યાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીની છે.
કઈ કઈ જગ્યાઓ પર ભરતી થશે?
આ ભરતીમાં વિવિધ સરકારી વિભાગો અને કચેરીઓ હેઠળ વર્ગ-3(Class-3)ની જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં સબ રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ ટ્રાઈબલ ડેવલપમેન્ટ ઓફિસર, સમાજ કલ્યાણ નિરીક્ષક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. સંવર્ગવાર જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનામત અને અન્ય નિયમોની વિગતો ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાં તપાસવી જરૂરી છે.
અરજી કરતાં પહેલાં ધ્યાન રાખો
GSSSB વર્ગ-3ની વિવિધ કેડરની જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજે છે. પસંદગી પ્રક્રિયા અને પરીક્ષાના માળખાની સંપૂર્ણ માહિતી સત્તાવાર ભરતી જાહેરાતમાં અપાશે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં પોતાની શૈક્ષણિક લાયકાત(Educational Qualifications), વયમર્યાદા અને અન્ય પાત્રતાની શરતો ધ્યાનપૂર્વક તપાસવી અને ઓનલાઈન અરજીમાં વિગતોમાં ભૂલ ન થાય તેની કાળજી રાખવી.
આ પણ વાંચો: TAT-HS Mainsના પરિણામ અને ભરતીની સ્પષ્ટતા માટે મનીષ દોષીની રજૂઆત
આ પણ વાંચો:ટ્રાન્સજેન્ડર માટે પોલીસ ભરતીમાં 1 જગ્યા ખાલી રાખવા હાઈકોર્ટનો આદેશ, અલગ કેટેગરીનો મુદ્દો ચર્ચામાં
આ પણ વાંચો:ગુજરાત પોલીસ ભરતીમાં મોટું અપડેટ, 870 જગ્યાની ફાઇનલ આન્સર કી જાહેર
