Gujarat Election/ બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે પૂર્વ પ્રમુખ અને 6 કાર્યકરોને કર્યા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજેપ પોતાના કાર્યકરો સામે લાલ અંખ કરી એ અને વરિષ્ઠ નેતા અને કાર્યકરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
suspended

suspended:    ગુજરાત વિધાનસભાચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજેપ પોતાના કાર્યકરો સામે લાલ અંખ કરી એ અને વરિષ્ઠ નેતા અને કાર્યકરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે 93 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે ભાજપે આ નિર્ણય લીધો છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ પાર્ટી વિરૂદ્વ કામગીરી કરી રહ્યા હોવાથી હાઇકમાન્ડે આ નિર્ણય લીધો છે. પાર્ટીને નુકશાન કરતા હોવાથી પંચમહાલ જિલ્લાના નેતા અને કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા.આ ઉપરાંત વડોદરા મહાનગર ના ભાજપના વિજય વનારને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે

 

ઉલ્લેખનીય છે કે પંચમહાલ ભાજપમાં પૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કુલ છ કાર્યકરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ભાજપે લીધો છે . ભાજપના ઉચ્ચ નેતાગીરીએ ચૂંટણીની કામગીરી પુરી થવા સુધીની પણ રાહ જોઈ નથી અને સડસડાટ કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી સહિત છ જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કરી દીધા છે. હાલોલ અને જાંબુઘોડા વિસ્તારના પણ કેટલાક સક્રિય કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કહેવું હતું કે, ભાજપમાંથી કેટલાક નેતાઓ કાર્યકરોએ પક્ષ વિરોધી કામગીરી કરી તે પક્ષના ધ્યાને આવી છે. પક્ષે તેમને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી પણ કરી છે. નેતાઓ એવું સમજતા હોય કે ચૂંટણી લડીને જીતીને પાછા આવી જઈશું તો ચૂંટણી જીત્યા પછી પણ તેમને પક્ષમાં લેવાશે નહીં. અમે ગેરશિસ્ત બિલકુલ ચલાવી લેવાના નથી.93 બેઠકો પર સોમવારે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યા છે. હવે નેતાઓએ બસ જોવાનું છે અને મતદારોએ પોતાનો નિર્ણય કરવાનો છે કે આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતની ધરતી કોણ સંભાળશે. જોકે આ ચૂંટણીમાં જ્યારે પ્રચાર પ્રસારની કામગીરીઓ ચાલુ હતી ત્યારે ભાજપના ધ્યાને આવ્યું છે કે કેટલાક પોતાના જ નેતાઓ અને કાર્યકરો દ્વારા પક્ષને નુકસાન થાય તેવા કામો કર્યા છે. જેમાં પંચમહાલ જિલ્લા પર ભાજપે મોટી કાર્યવાહી કરી છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવવાનો છે, આવતીકાલે 93 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે. અમદાવાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજાશે , ભાજપ આ ચૂંટણીને જીતવા માટે ખુબ પ્રચાર કર્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુબ મહેનત કરી છે.

Gujarat Assembly Election 2022/જો આ વખતે ભાજપ ગુજરાતમાં જીતશે તો આ પાર્ટીનો તોડશે રેકોર્ડ , આ મામલે

Gujarat Assembly Election 2022/મતદાનની પૂર્વતૈયારી : અમદાવાદની આ બેઠક પર વોટિંગની કરાઈ તૈયારીઓ,