Junagadh News: જૂનાગઢ નજીક આવેલા ચોબારી ગામમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી (Chobari Village Water Crisis) રહ્યા છે. ગામમાં પાણીની સુવિધા ઊભી કરવા માટે વર્ષો પહેલાં બે મોટા ટાંકા અને સંપ બનાવવામાં આવ્યા હતા, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 15 વર્ષથી આ ટાંકાઓનો ઉપયોગ જ થયો (Unused Water Tanks) નથી. તેમાં પાણી ભરાતું નથી અને વીજ કનેક્શનના અભાવે પાણી પુરવઠાની વ્યવસ્થા પણ શરૂ થઈ શકી નથી. પરિણામે ગામની મહિલાઓને રોજિંદા વપરાશ માટે પાણી મેળવવા આસપાસનાં ઘરોમાં જવું પડે છે.
Chobari Village Water Crisis: જૂની લાઇન જર્જરિત, માંડ 8થી 10 ઘરોમાં પાણી
ગામના રહીશ કરીમ હાલાએ જણાવ્યું હતું કે ચોબારીમાં પાણીની સમસ્યા લાંબા સમયથી છે. પતારા કૂવા પાસે આવેલી પંચાયત સમયની જૂની પાણીની લાઇન પણ તૂટી-ફૂટી ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, ગામમાં માંડ 8થી 10 ઘરોમાં જ પાણી આવે છે, જ્યારે બાકીના વિસ્તારોમાં પાણી પહોંચતું (Village Water Problem) નથી. નવા વિસ્તારમાં તો પાણીની લાઇનની સાથે પશુઓ માટે પીવાના પાણીના અવેડાની પણ વ્યવસ્થા નથી. કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન મળે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો નથી.
મહિલાઓને ઘરકામ છોડીને પાણી માટે ભટકવું પડે છે
ગામની રુખસાનાબેન હાલાએ જણાવ્યું હતું કે ઘરકામ, મજૂરી અને રસોઈની જવાબદારીઓ વચ્ચે દરરોજ પાણી માટે આસપાસનાં ઘરોમાં જવું પડે છે. ગામમાં બનેલા ટાંકા માત્ર દેખાવ પૂરતા રહી ગયા છે અને ઘરો સુધી પાણીની લાઇનો પણ પહોંચી (Drinking Water Issue) નથી. સાજેદાબેન રસીદભાઈ હાલાએ પણ જણાવ્યું હતું કે બે ટાંકા હોવા છતાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. પાણીની વ્યવસ્થા ન હોવાથી નાના બાળકોને ઘરે મૂકીને મહિલાઓએ આખો દિવસ પાણી મેળવવા માટે રઝળપાટ કરવો પડે છે.
યોગ્ય તપાસ અને ઓડિટની માગ
આ મુદ્દે વિરોધ પક્ષના નેતા લલિત પરસાણે જણાવ્યું હતું કે વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બે લાખ લિટરની ક્ષમતાવાળા ટાંકાઓનું ખાતમુહૂર્ત કરવામાં (Gujarat Rural Development) આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2009 પહેલાં બનેલા આ ટાંકાઓમાં આજદિન સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી અને તેનો લાભ એક પણ વ્યક્તિને મળ્યો નથી.
લલિત પરસાણે આક્ષેપ કર્યો હતો કે કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી પાણીની સુવિધા બિનઉપયોગી પડી રહી છે. તેમણે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ અને ઓડિટ કરવાની માગ કરી છે. તેમના કહેવા મુજબ, તપાસ કરવામાં આવે તો કામકાજ અને ખર્ચ અંગેની હકીકતો બહાર આવી શકે છે. બીજી તરફ, ગામના રહીશોની માગ છે કે ટાંકાઓને કાર્યરત કરીને દરેક ઘર સુધી નિયમિત પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચો: અમદાવાદમાં દૂષિત પાણીની સમસ્યા વકરી, છેલ્લા 5 વર્ષમાં 3 લાખથી વધુ ફરિયાદો
આ પણ વાંચો: અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સમસ્યા
આ પણ વાંચો: અમદાવાદના સરસપુરમાં પ્રદુષિત પાણીની સમસ્યા, કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં પણ પરિણામ શૂન્ય
