Rajkot News: રાજકોટ શહેરમાં પૈસાની લેતીદેતીના મામલે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના કુબલીયાપરા વિસ્તારમાં 60 હજારની ઉઘરાણી મુદ્દે ચીનાભાઈ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસની ટીમે કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.
Rajkot: પૈસાની ઉઘરાણી મુદ્દે ખેલાયો ખૂની ખેલ
પ્રાથમિક વિગતો અનુસાર, કુબલીયાપરા(Kubliyapara) વિસ્તારમાં પૈસાની લેતીદેતીને લઈને વિવાદ થયો હતો. 60 હજારની ઉઘરાણીના મામલે મામલો ઉગ્ર બન્યો અને આ દરમિયાન ચીનાભાઈ જાડેજા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. આરોપીઓએ છરીના ઘા ઝીંકતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી અને તેમનું મૃત્યુ નીપજ્યું. નજીવી લાગતી પૈસાની ઉઘરાણી જેવી બાબતે યુવકની હત્યા થતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે.
પોલીસે 3 આરોપીની કરી ધરપકડ
આ હત્યા કેસમાં પોલીસે 3 આરોપી(Three Accused)ની ધરપકડ કરી છે. કમલેશ, વિજય અને અમિત પરમાર નામના આરોપીઓ સામે આરોપ મૂકવામાં આવ્યા છે. થોરાળા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. 60 હજારની લેતીદેતીના વિવાદની વિગતો અને હત્યા પાછળના સંજોગો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં મળ્યો માથા વગરનો નગ્ન હાલતમાં મૃતદેહ, મિત્રએ જ મિત્રની હત્યા કરી શરીરના બે ટુકડા કર્યા
આ પણ વાંચો:સુરતમાં અમરોલીમાં ઘરકામ અને મોબાઈલ બાબતે પુત્રીએ જ પિતાની કરી હત્યા, આરોપી પુત્રી જ્યુડિશિયલ કસ્ટડીમાં
આ પણ વાંચો:અમદાવાદના નરોડામાં લાકડીઓ-ધોકા વડે યુવકની હત્યા! જતીન સોલંકીનું મોત, 2 આરોપીઓની ઓળખ
