Mahisagar News/ લુણાવાડા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ, 11 સભ્યોએ ચીફ ઓફિસરને પાઠવી નોટિસ

મહીસાગરની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ કુમાર પટેલ(Kirti Patel) સામે 11 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો.

Gujarat Others Breaking News
Kirti Patel

Mahisagar News: મહીસાગર જિલ્લાની ભાજપ શાસિત લુણાવાડા નગરપાલિકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. નગરપાલિકાના પ્રમુખ કીર્તિ કુમાર પટેલ( Kirti Patel )સામે 11 સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી ચીફ ઓફિસરને નોટિસ પાઠવી છે. સ્થાનિક રાજકારણમાં અચાનક મોટો ભૂકંપ સર્જાયો છે, કારણ કે કાઉન્સિલરોમાં વર્તમાન પ્રમુખ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સત્તા પલટાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

 Kirti Patel :પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત 

kirti patel
no-confidence-motion-against-kirti-patel

લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિ કુમાર પટેલ સામે 11 જેટલા અસંતુષ્ટ સભ્યોએ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની માગણી કરી છે. આ સભ્યોએ નગરપાલિકાના ચીફ ઓફિસર(Chief Officer of the Municipality)ને વોટ્સએપના માધ્યમથી સત્તાવાર નોટિસ પાઠવી છે. તેમાં પ્રમુખ સામેનો વિશ્વાસ સંપૂર્ણપણે ગુમાવ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સ્થાનિક રાજકારણમાં ગરમાવો

ચીફ ઓફિસરને મળેલી નોટિસ અને 11 સભ્યોની સહીઓ સાથે રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવના પગલે જિલ્લા અને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આગામી દિવસોમાં પાલિકાની રાજનીતિ કઈ દિશામાં વળાંક લેશે અને ભાજપ સંગઠન આ મામલે શું પગલાં ભરશે, તેના પર સૌની નજર ટકેલી છે.


આ પણ વાંચો: ધનખડ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ, વિપક્ષની મુદ્દા ઉઠાવવાની માંગ સાથે બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
આ પણ વાંચો: કોંગ્રેસના નેતા તરુણ ગોગોઇના નેજા હેઠળ વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે
આ પણ વાંચો: સંસદમાં આભાર પ્રસ્તાવ અને રાષ્ટ્રપતિના સંબોધનનું કેમ છે મહત્વ, જાણો