sports news/ કોહલીનો ન્યૂઝીલેન્ડ સામે દબદબો, એક ઇનિંગ્સ અને નંબર-1નો તાજ

સચિન તેંડુલકરના નામે વનડેમાં 99 સદીની ભાગીદારીનો રેકોર્ડ છે, જ્યારે વિરાટ કોહલી ((Virat Kohli) )અત્યાર સુધી 89 સદીની ભાગીદારીમાં સામેલ રહ્યો છે

Top Stories Sports
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે

વિરાટ કોહલીના નિશાને બાબર આઝમનું નંબર-1 સ્થાન, ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક મોટી ઇનિંગ્સથી રચશે ઇતિહાસ!

Sports News : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) એ ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં કોહલીએ 51 બોલમાં 74 રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમીને ફરી એકવાર પોતાની બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આ ઇનિંગ્સ સાથે તેણે વનડેમાં નંબર-3 પર બેટિંગ કરતી વખતે 13 હજાર રનનો આંકડો પાર કર્યો છે. આ ઉપરાંત હવે તેની નજર પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમના એક ખાસ રેકોર્ડ પર છે. કોહલીને આ રેકોર્ડ (Virat Kohli Record)પોતાના નામે કરવા માટે માત્ર એક વધુ 50થી વધુ રનની ઇનિંગ્સની જરૂર છે.

ન્યૂઝીલેન્ડ સામે કોહલીનો શાનદાર રેકોર્ડ

વિરાટ કોહલીનો ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. તેણે કિવી ટીમ સામે ત્રણેય ફોર્મેટમાં કુલ 61 મેચ રમી છે, જેમાં 47.66ની સરેરાશથી 3,241 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 10 સદી અને 17 અડધી સદી નીકળી છે. એટલે કે ન્યૂઝીલેન્ડ સામે કોહલીએ અત્યાર સુધી કુલ 27 વખત 50થી વધુ રન બનાવ્યા છે.

બાબર આઝમને પાછળ છોડવાની તક

પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમ (Babar Azam)પણ આ યાદીમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાન ધરાવે છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 22 અડધી સદી અને 5 સદી ફટકારી છે. આમ તેના નામે પણ કુલ 27 વખત 50થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

હવે વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામે આગામી મેચોમાં માત્ર એક વધુ અડધી સદી કે સદીની જરૂર છે. જો તે 50થી વધુ રનની ઇનિંગ્સ રમશે તો બાબર આઝમને પાછળ છોડીને આ યાદીમાં એકલા નંબર-1 પર પહોંચી જશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પણ ન્યૂઝીલેન્ડ સામે 27 વખત 50થી વધુ રન બનાવી ચૂક્યા છે.

ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ 50થી વધુ ઇનિંગ્સ

  • બાબર આઝમ (પાકિસ્તાન) – 27 ઇનિંગ્સ (63 મેચ)
  • વિરાટ કોહલી (ભારત) – 27 ઇનિંગ્સ (74 મેચ)
  • રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 27 ઇનિંગ્સ (77 મેચ)
  • જો રૂટ (ઇંગ્લેન્ડ) – 26 ઇનિંગ્સ (77 મેચ)
  • સચિન તેંડુલકર (ભારત) – 25 ઇનિંગ્સ (80 મેચ)
  • જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 24 ઇનિંગ્સ (76 મેચ)

સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ કોહલીના નિશાને

વિરાટ કોહલી માત્ર બાબર આઝમ (Babar Azam)નો રેકોર્ડ જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરનો એક ખાસ રેકોર્ડ તોડવાની દિશામાં પણ આગળ વધી રહ્યો છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી નોંધાવવાના મામલે કોહલી હાલમાં બીજા ક્રમે છે.

સચિન તેંડુલકરના નામે વનડેમાં 99 સદીની ભાગીદારીનો રેકોર્ડ છે, જ્યારે વિરાટ કોહલી ((Virat Kohli) )અત્યાર સુધી 89 સદીની ભાગીદારીમાં સામેલ રહ્યો છે. આમ, કોહલી સચિનના આ રેકોર્ડથી માત્ર 10 સદીની ભાગીદારી દૂર છે. આગામી સમયમાં કોહલીનું બેટ આ જ રીતે ચાલતું રહેશે તો ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ તેના નામે થઈ શકે છે.


આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં બધું ઠીક નથી? વિરાટ કોહલી-ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલથી ચર્ચા તેજ

આ પણ વાંચો: IND vs WI 1st ODI Live: ભારતને પહેલી સફળતા, વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ

આ પણ વાંચો: વિરાટ કોહલીનો 2027 વર્લ્ડ કપ અંગે મોટો ખુલાસો, કહ્યું- આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે