Sports News: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો(Ronaldo)એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 41 વર્ષીય રોનાલ્ડોએ ગુરુવારે સોશિયલ મીડિયા પોસ્ટથી પોતાના નિર્ણયની જાણકારી આપી. તેમણે કહ્યું કે નવેમ્બરના ઇન્ટરનેશનલ બ્રેક બાદ તેઓ પોર્ટુગલની નંબર-7 જર્સી ટીમને પરત કરી દેશે.
23 વર્ષની સફરમાં 234 મેચ અને 146 ગોલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સફર 20 ઑગસ્ટ 2003ના રોજ કઝાકિસ્તાન સામે શરૂ થઈ હતી. ત્યારે તેઓ માત્ર 18 વર્ષના હતા. આગામી 23 વર્ષમાં તેમણે પોર્ટુગલ ફૂટબોલ(Portugal Football) ટીમ માટે 234 મેચ રમી અને સૌથી વધુ 146 ગોલ કર્યા. તેમના નામે 46 અસિસ્ટ પણ નોંધાયેલા છે. અસિસ્ટનો અર્થ છે ગોલ કરનાર ખેલાડીને છેલ્લો પાસ આપવો. રોનાલ્ડોએ વીડિયો શેર કરીને નિવૃત્તિની જાણકારી આપી હતી.

6 વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી Ronaldo
રોનાલ્ડોએ 2006માં જર્મનીમાં પોતાનો પહેલો ફિફા વર્લ્ડ કપ(FIFA World Cup) રમ્યો હતો. ત્યારબાદ તેઓ 2010, 2014, 2018, 2022 અને 2026ની ટુર્નામેન્ટમાં પણ પોર્ટુગલની ટીમનો ભાગ રહ્યા. આ રીતે તેમણે સતત 6 વર્લ્ડ કપ રમ્યા. તેઓ 6 અલગ-અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર વિશ્વના પ્રથમ ખેલાડી પણ બન્યા.
વર્લ્ડ કપમાં 27 મેચ અને 11 ગોલ
આ ટુર્નામેન્ટમાં તેમણે કુલ 27 મેચ રમી અને 11 ગોલ કર્યા. 2026માં ઉઝબેકિસ્તાન સામે ગોલ કરીને તેમણે આ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, વર્લ્ડ કપનો ટાઇટલ તેમની કારકિર્દીમાં આવ્યો નથી. પોર્ટુગલનું શ્રેષ્ઠ પ્રદર્શન 2006માં રહ્યું, જ્યારે ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી અને ચોથા સ્થાને રહી.
આ પણ વાંચો: 100 ઈન્ટરનેશનલ ગોલ કરનાર વિશ્વનો બીજો ફુટબોલર બન્યો Ronaldo
આ પણ વાંચો: રોનાલ્ડો અને જ્યોર્જિનાએ કર્યા લગ્ન; સામે આવ્યા સંપત્તિ અને છૂટાછેડાની શરતોના ચોંકાવનારા દાવા
આ પણ વાંચો: 11 વર્ષના અફેર બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગર્લફ્રેન્ડ જોર્જિના સાથે કર્યા લગ્ન; 5 બાળકો સાથે ખાનગી સમારોહ યોજાયો
