Gandhinagar News: દિવાળીના તહેવાર પહેલાં દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોને આર્થિક રાહત મળવા જઈ રહી છે. વ્યારા સુગર તરીકે ઓળખાતી શ્રી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ સાથે જોડાયેલા 850થી વધુ ખેડૂતોને (Vyara Sugar Farmers) શેરડીનાં બાકી નાણાં પેટે કુલ રૂ.7.14 કરોડ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ રકમ દિવાળી પહેલાં જ ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Vyara Sugar Farmers: ખેડૂતોનાં બાકી લેણાં ચૂકવવા સરકારનો નિર્ણય
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વ્યારા સુગર દ્વારા શેરડીના (Sugarcane Farmers) નાણાં સમયસર ચૂકવી ન શકાતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે બાકી નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરી છે.
850થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે
સરકારના નિર્ણયથી વ્યારા સુગર સાથે જોડાયેલા 850થી વધુ ખેડૂતોને કુલ રૂ.7.14 કરોડની (₹7.14 Crore Payment) રકમ મળશે. શેરડીનાં બાકી લેણાં સીધા બેંક ખાતામાં જમા થવાથી ખેડૂતોને નાણાં મેળવવા માટે રાહ જોવી નહીં પડે. દિવાળી પહેલાં આ રકમ મળવાથી તહેવારની ખરીદી અને પરિવારના અન્ય ખર્ચમાં તેમને મદદ મળશે.
ખેડૂતોના હિતને પ્રાથમિકતા: જીતુ વાઘાણી
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના હિત અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય મળે અને તેમના પરિવારો તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકે તે સરકારની પ્રાથમિકતા છે. આ નિર્ણયથી વ્યારા સુગર સાથે સંકળાયેલા ખેડૂતોને દિવાળી પહેલાં આર્થિક રાહત મળશે.
આ પણ વાંચો: સાબરકાંઠાના ખેડૂતો માટે ખુશખબર! PM કિસાન યોજનાના 24મા હપ્તાની રકમ જમા
આ પણ વાંચો: ભીલડીમાં PM મોદીએ કર્યા કરોડોના પ્રોજેક્ટના લોકાર્પણ, ખેડૂતો અને પશુપાલકોને મોટી ભેટ
આ પણ વાંચો: ગુજરાતને વિકાસની કરોડોની ભેટ આપશે PM મોદી, ખેડૂતોના ખાતામાં આવશે ₹19,000 કરોડ
